• ભાજપનો કાર્યકર્તા ગત રોજ  હરણી એરપોર્ટ ખાતેથી વિદેશી શરાબની બોટલ સાથે ઝડપાયો હતો
  • આજે પ્રદેસ સંગઠનની ચર્ચા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યો
  •  ગત રોજ એરપોર્ટ ખાતે બે યુવકોની 5 બેગોમાંથી દારુની સ્કોચ સહિતની મોંઘીદાટ 37 બોટલ મળી આવી હતી
  • પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શખ્સોમાંથી એક પાર્થ મુકેશભાઈ શ્રીમાળી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે

WatchGujarat. મળતી માહિતી મજુબ ગત રોજ દારૂ સાથે ઝડપાયેલા ભાજપના કાર્યકર્તાને આજે પાર્ટી દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. જેની જાણકારી ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત રોજ હરણી એરપોર્ટ ખાતેથી વિદેશી શરાબની બોટલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા. જેમાં તપાસ કરતાં એક શખ્સ ભારતીય જનતા પાર્ટી વડોદરાનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસારા આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા પ્રદેશ સંગઠન સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. ડો. વિજય શાહના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે તા. 4 ઓગસ્ટના રોજ વડોદરાના વોર્ડ નં.03થી ભાજપના કાર્યકર્તા પાર્થ મુકેશભાઈ શ્રીમાળીની વિદેશી શરાબની બોટલ સાથે હરણી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે જાણકારી મળતા આજ રોજ પ્રદેશ સંગઠન સાથે બેઠક કરીને આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલ છે, જેથી આ પ્રકારની ગેરશિસ્ત કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જેથી પાર્થ મુકેશભાઈ શ્રીમાળીને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી આપને બરતરફ કરવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે આ અંગે પાર્ટી દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ શહેરના હરણી એરપોર્ટ પર એર ઇન્ડીયાની બે યુવકોની 5 બેગોમાંથી દારુની સ્કોચ સહિતની મોંઘીદાટ 37 બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે તમામની અટકાયત કરી હતી. મહત્વનું છે કે આ અંગેની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શખ્સોમાંથી એક પાર્થ મુકેશભાઈ શ્રીમાળી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે. જે બાદ પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud