• વડોદરા કોંગ્રેસનો પૂર્વ ઉપપ્રમુખ અને હાલ ભાજપનો ભેજાબાજ કાર્યકર્તાએ પોતાના સાળા સહીત છ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા તથા ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. 5.60 લાખ રૂપિયા પડાવ્યા
  • પૈસા પરત આપવા મામલે કચકચ થતા ચિંતને રૂ. 40 હજાર પરત કર્યા હતા. અને બાકીના પૈસા પરત કરશે તેમ જણાવ્યું
  • પૈસા પરત કરવા દબાણ કરતા ચિંતને કહ્યું પોતે શહેરમાં મોટો રાજકીય હોદ્દો ધરાવે છે કોઈ તેનું કશું નહિ બગાડી લે

WatchGujarat. સોશિયલ મીડિયામાં પોતે મોટો નેતા છે તેવો હાવ ઉભો કરનાર ભાજપના કાર્યકરે પોતાના જ સાળા જોડે લાખોની ઠગાઇ કરી હતી. જો કે ભાંડો ફુટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને આરોપીની અટકાયત કરી હતી.

આવાજ એક રાજકીય હોદેદારનો બનાવ વડોદરા શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં વડોદરા કોંગ્રેસનો પૂર્વ ઉપપ્રમુખ અને હાલ ભાજપનો ભેજાબાજ કાર્યકરતાએ પોતાના સાળા સહીત છ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા તથા ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ટુકડે ટુકડે રૂ. 5.60 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી આચરી હતી. અને સાથે જ પોતાની પત્ની દ્વારા લોકોના પૈસા પરત કરી દેવાનું કહેતા પોતે શહેરમાં મોટો રાજકીય હોદ્દો ધરાવે છે કોઈ તેનું કશું નહિ બગાડી લે અને જો તું કશું બોલીશ તો તને એને તારી દીકરીને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ.પોલીસ ધાક ધમકી સહીત છેતરપિંડીની કલમો હેઠળ ભાજપના કાર્યકરની ધરપકડ કરી છે.

આ મામલાની વિગતો એવી છે કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી રિદ્ધિ  સોસાયટીમાં રહેતો વિવેક વસાવા(ઉ.24 વર્ષ) બી.ઇ.ના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.વિવેકે ગત રોજ  તેના જીજાજી અને હાલ ભાજપના કાર્યકર્તા ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં વિવેકે જણાયું હતું કે, વર્ષ 2018 દરમિયાન ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ (રહે- શ્રી સોસાયટી, વાઘોડિયા રોડ ,વડોદરા/ મૂળ રહે- જેસીંગપુરા ગામ ,વાઘોડિયા ,વડોદરા)એ મારા પરિવારમાં પોતે બિલ્ડર હોવાની ઓળખ આપી મારી બહેન ફાલ્ગુની સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના દિવસે ચિંતન ઉર્ફે ચેતનના કોઈ પણ સંબંધીઓ આવ્યા ન હતા. અને તેનું કારણ પૂછતાં તને જણાવ્યું હતું કે તેના સબંધીનું મોતનું થયું છે એટલે કોઈ આવી નહીં શકે તેવું કારણ જણાવ્યું હતું. લગ્ન પતાવ્યા બાદ મંદિરની બહાર નીકળતા સમયે ચિંતનને બહેન ફાલ્ગુનીને જણાવ્યું હતું કે તે બીમાર છે. તો આપણે પિયરમાં જ રોકાઈ જઈએ જેથી ચિંતન અને મારી બહેન બે દિવસનું કહી પિયરમાં રોકાયા હતા. પરંતુ તે બે દિવસનું કહી આશરે દોઢ વર્ષથી ચિંતન અને મારી બહેન ફાલ્ગુની પિયરમાં રોકાયા હતા.આ દરમિયાન ચિંતનએ મીઠી મીઠી વાતો કરી પરિવારને વિશ્વાસમાં લઈને હું બી.ઈ. મિકેનિકલના કોર્સમાં  છેલ્લા સેમેસ્ટરમાં હોવાના કારણે બાદ વિદેશમાં જજે તેમ કહી કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે છ લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. પરંતુ તે સમયે પુરા પૈસા ન હોવાના કારણે ચિંતાને પહેલા અમારી પાસે 02 લાખ પડાવ્યા હતા અને બાકીના પૈસાની માંગણી કરી બીજા 03 લાખ પડાવ્યા હતા. ત્યાર બાદ ઘણા સમય સુધી વિઝા અને પરમીટ ન મળતા અમે ચિંતન પાસે સતત  વિઝાની માંગણી કરી હતી. સતત વિઝાની માંગણી કરતા ચિંતને બનાવટી વર્ક પરમિટ અને વિઝાની કોપી આપી હતી. પરંતુ શક જતા વિઝા અને પરમિટ ચેક કરાવ્યા હતા જે ખોટા નીકળ્યા હતા. અને તેમાં ચિંતનનો ભાંડો ફૂટી ગયો હતો. પૈસા પરત આપવા મામલે કચકચ થતા ચિંતને રૂ. 40 હજાર પરત કર્યા હતા. અને બાકીના પૈસા પરત કરશે તેમ જણાવ્યું હતું.

દરમિયાન ચિંતાને વિઝા અને ટિકિટ આવી જશેનો વિશ્વાસ આપ્યો હતો અને પોતાની ગાયત્રી મંદિર પાસે ખટંબા પાસેની ખુલી તપોવન રેસીડેન્સી નામની સાઈટ પોતાની છે તેમ કહી અમને પેમ્પલેટ આપ્યા હતા. અને કહ્યું હતું કે જેને ઓછી કિંમતમાં મકાનની જરુર હોય તેમને આપજો અને સાથે જ  તમારા સંબંધીઓને પણ આપજો. પરંતુ અમને શક જતા અમે તેની તપાસ કરાવી હતી અને તે પણ ખોટું હોવાનું બહાર આવ્યા હતું.

ભાંડો ફૂંટતાજ ચિંતાને કહ્યું હતું કે તે વિઝા નહિ અપાવી શકે પરંતુ ઓએનજીસીમાં નોકરી અપાવી દેશે. તો ઓએનજીસીમાં નોકરીના બહાને  ટુકડે ટુકડે એક લાખ રૂપિયા પડાવી કંપનીના મેનેજર એચ. આર.ની સહી વાળો વર્ક પબ્લિક રિલેશન ઑફિસરની પોસ્ટ વાળો બનાવટી ઓર્ડર આપ્યો હતો.પરંતુ અમને શક જતા અમે આ ઓર્ડરને પણ ચેક કરાવ્યો હતો અને તે પણ બનાવતી નીકળ્યો હતો.

સમગ્ર મામલે મારી બહેન દ્વારા ચિંતનને બધા પૈસા પરત કરી દેવાનું કહેતા ચિંતાને મારા સાથે માથાફૂટ ન કરીશ હું મોટા રાજકીય હોદા ઉપર છું તને અને તારી દીકરીને પતાવી દઈશ તેમ કહી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખનું વિઝિટિંગ કાર્ડ બતાવ્યું હતું. અને તેનો ઉપયોગ કરીને અનેક લોકોને ઝાંસામાં લિધા હતા. સમગ્ર મામલે આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud