• શહેરના વોર્ડ નં-17ના ભાજપના કાઉન્સીલર છે સંગીતાબેન પટેલ
  • મહિલા કાઉન્સીલરનો ભાઇ દારૂ પીને ધમાલ કરતો હોવાથી પોલીસ કંટ્રોલ રૂમમાં પોતેજ જાણ કરી હતી.
  • દારૂના નશામાં ચુર ગૌરાંગ પટેલને માંજલપુર પોલીસ સ્ટેશન લાવતા જ તેની તબીયત લથડી પડી હતી.
  • ટીબીની બિમારી અને દારૂ પીવાની લતના કારણે મોત થયું હોવાનુ પ્રાથમિક તારણ

WatchGujarat તાજેતરમાં જ યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં-17ની પેનલમાં મહિલા કાઉન્સીલર તરીકે સંગીતાબેન પટેલને ટિકિટ આપી હતી. સંગીતાબેનનો ભાઇ તેમના ઘરે જ રહેતો અને છેલ્લા ઘણા સમયથી દારૂની પીવાની કુટેવ ધરાવતો હતો. આજે ફરી એક વખત મહિલા કાઉન્સીલરના ભાઇએ દારૂ પીને ધમાલ કરતા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. જેના પરિણામે પોલીસે દારૂની નશામાં ચુર શખ્સને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરતા તેનુ મોત નિપજ્યું હતુ.

બનાવ સંદર્ભે ઇન્ચાર્જ એ.સી.પી એસ.જી પાટીલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, માંજલપુર સ્થિત તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી ત્રિવેણીધામ સોસા.માં રહેતા વોર્ડ નં-17ના ભાજપના મહિલા કાઉન્સીલર સંગીતાબેન પટેલના ઘરે જ તેમનો ભાઇ ગૌરાંગ ઉર્ફે ગવો પટેલ પણ રહેતો હતો. ગૌરાંગ અવરા નવાર દારૂ પીવાની કુટેવ ધરવાતો હતો. તેવામાં આજરોજ ફરી એક વખત ગૌરાંગે દારૂ પીને ધમાલ મચાવી હતી. જેથી બહેન દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આ બાબતની જાણ કરવામાં આવી હતી.

પોલીસને કંટ્રોલ વર્ધી મળતા જ ત્રિવેણીધામ સોસા.માં પહોંચી દારૂની નશામાં ચુર ગૌરાંગને પીસીઆરમાં માંજલપુર પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આ મામલે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ બેન્ચ પર બેસેલા ગૌરાંગની તબીયત અચનક લથડતા તે ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા 108 એમ્બ્યૂલન્સ બોલાવવામાં આવી હતી. જોકે પોલીસ સ્ટેશનના પહોંચેલી 108 એમ્બ્યૂલન્સના સ્ટેફે તપાસ કરતા ગૌરાંગ પટેલને મૃતજાહેર કરવામાં આવ્યો હતો.

જોકે મૃતક ગૌરાંગ પટેલના બહેનને બનાવની જાણ થતાં તેમણે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસને જણાવ્યું હતુ કે, તેમનો ભાઇ લાંબા સમયતી ટીબીની બિમારીથી પીડાતો હતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જેથી બિમારીના કારણે તેનુ મોત નિપજ્યું છે. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud