• વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ડુપ્લીકેટ કોરોના રિપોર્ટ સાથે ધરપકડ કરી
  • ઓનલાઇન સોફટવેરના માધ્યમથી ડુપ્લીકેટ કોરોના રિપોર્ટ બનાવતો
  • Unipath અને Neuberg Spratech લેબોરેટરીના બનાવટી લેટર પેડમાં બનાવતો કોરોના રિપોર્ટ

WatchGujarat. કોરોના કાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને મેડિકલ ફેસેલિટીની કાળા બજારી કરનાર લોકોનો રાફડો ફાટી નિકળ્યો છે. કોરોના દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન સિલેન્ડર જેવા અનેક મેડિકલ સાધનોની કાળા બજારી કરતા અસંખ્ય લોકો કાળાબજારી કરતા પોલીસના હાથે ઝડપાયા છે. તેમજ કોરોના કાળમાં RT-PCR ટેસ્ટની માગ વધતા ભેજાબાજોએ મનઇચ્છીત રિપોર્ટ કાઢી આપવાનુ કૌભાંડ આચરવાનુ શરૂ કર્યું હતુ. જેમાં અનેક ડોકટટર અને હોસ્પિટલ સ્ટાફની પણ સંડોવાણી બહાર આવી હતી. તેવામાં કોરોનાની બીજી લહેરમાં શહેરના ટ્રાવેલ્સ સંચાલકે જરૂરીયાતમંદોને મનઇચ્છીત ડુપ્લીકેટ કોરોના રિપોર્ટ કાઢી આપવાનુ શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.

શહેરના કિશનવાડી રોડ પર આવેલા હરિક્રૃષ્ણ સોસા.માં રહેતો રાકેશ ભગવનાદાસ મીરચંદાની ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. જેથી રાજ્ય બહાર મુસાફરોને વારંવાર લઇ જવાનુ થતુ હતુ. કોરોનાની બીજી લહેર દરમિયાન અન્ય રાજ્ય અથવા દેશમાં પ્રવેશનાર વ્યક્તિએ RT-PCR રિપોર્ટ કઢાવવો ફરજીયાત બન્યો છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તેવી વ્યક્તિને જ અન્ય રાજ્ય અથવા હવાઇ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

તેમજ કોરોના કાળ દરમિયાન અનેક લોકો કોરોના સંક્રમિત થતાં કેટલીક ખાનગી તેમજ સરકારી કંપનીઓ દ્વારા કર્મચારીઓને સારવાર ખર્ચ પુરો પાડવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોરોના સંક્રમિત દર્દી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ચાલુ પગારે રજા પણ આપવામાં આવી રહીં છે. આવી સુવિધાઓ મેળવવા કેટલાક લોકો બનાવટી કોરોના પોઝિટીવ રિપોર્ટની શોધમાં નિકળી પડ્યાં છે. જેથી તમામ સુવિધાઓનો ઘેર બેઠા લાભ મેળવી શકે.

ત્યારે શહેરના ટ્રાવેલ્સ સંચાલક રાકેશ મીરચંદાનીએ બહાનાખોર અને મુસાફરોને તેમની જરૂરીયાત મુજબ કોરોના રિપોર્ટ બનાવી આપવાનુ શરૂ કર્યું હતુ. જેમાં કોઇ મુસાફરને રાજ્ય બહાર જવુ હોય કે પછી હવાઇ મુસાફરી કરવી તેવી વ્યક્તિને રૂ. 300 નામંકિત લેબોરેટરીના ડુપ્લીકેટ કોરોના નેગેટિવ રિપોર્ટ બનાવી આપતો હતો. તથા કોઇ બહાનાખોર નોકરીયાત વ્યક્તિને રજા લેવી હોય કે, કોરોના સંક્રમિતના મફતના લાભ મેળવવા હોય તેવી વ્યક્તિને રૂ. 800માં કોરોના પોઝિટીવ રિપોર્ટ બનાવી આપતો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જોકે આ બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા રાકેશ મીરચંદાનીને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે ભેજાબાજ રાકેશની પ્રાથમિક પુછપરછ કરતા રૂ. 300માં કોરોના નેગેટિવ રિપોર્ટ અને રૂ. 800માં કોરોના પોઝિટીવ રિપોર્ટ બનાવી આપતો હતો. કોરોના રિપોર્ટ બનાવવા માટે પીડીએફ એડીટર નામની વેબસાઇટનો ઉપ્યોગ કરી નામંકિત લેબોરેટરીના બનાવટી રિપોર્ટ બનાવી આપતો હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે આ મામલે રાકેશ મીરચંદાની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud