• રાજ્ય સરકાર અને તબિબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબુમાં કરવામાં મહદઅંશે સફળતા મળી
  • ગત રોજ કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી
  • પોલીસે કાયદો તોડતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ
  • કોરોના હજી ગયો નથી, માત્ર કોરોના પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે

WatchGujarat. કોરોનાને નાથવા માટે સરકાર અને તબિબોની અથાગ મહેનત તો કામે લાગી, પરંતુ હવે લોકોની ગંભીર બેફિકરાઇ ઉજાગર થઇ રહી છે. ત્યારે હવે બુટલેગરો પણ રાત્રી કર્ફ્યુના નિયમો તોડતા અચકાતા નહિ હોવાની સાબિતી આપતો વિડીયો સામે આવ્યો છે.

રાજ્ય સરકાર અને તબિબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબુમાં કરવામાં મહદઅંશે સફળતા મળી રહી છે. ત્યારે હવે લોકો શહેરમાં કોરોના છે જ નહિ તેવું માની બેફિકરાઇભર્યું વર્તન કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ પણ કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે. હવે સામાન્ય માણસોની સાથે સાથે બુટલેગરો પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રોજ કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી. અને બર્થ ડેની કેક કાપ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર મુકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને રાત્રી કર્ફ્યુના નિયમોનો ઉલાળીયો કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર નિયંત્રણમાં આવ્યો છે. કોરોના ગયો નથી. લોકોએ આજે પણ કોવિડ ગાઇડલાઇન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જરૂર વગર ઘરની બહાર નહિ નિકળવાનું પાલન કરવું પડશે. જો તેમ નહિ કરવામાં આવે તો કોરોનાની સંભવિત ત્રીજી વેવમાં ભારે મુશ્કેલીમાં મુકાઇ જવાનો વારો આવી શકે છે. પોલીસે કાયદો તોડતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. તેમ થવાની ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud