• વડોદરાના માણેજામાં બુટલેગરે નવો કિમીયો અજમાવીને દારૂનો ધંધો કરતા જોવા મળ્યા
  • માણેજા રાજનગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં ડ્રમ ઉતારી ઘંઘો કરતા દિપક સોનારની ધરપકડ કરી
  • સર્વેલન્સ સ્ક્વોર્ડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં છૂપાવી રાખેલી વિદેશી દારૂની 1065 બોટલ કબજે કરી

WatchGujarat. વડોદરા શહેરના માણેજા રાજનગર ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને પ્લાસ્ટિકનું ડ્રમ ભરીને સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતા. સમગ્ર મામલે પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે તેના મળતીયાઓને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડને માહિતી મળી હતી કે, માણેજા રાજનગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં ડ્રમ ઉતારી દિપક સોનાર નામનો બુટલેગર અને તેનો સાગરીત વિદેશી દારૂનો ધંધો કરે છે. જેના આધારે સર્વેલન્સ સ્ક્વોર્ડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં છૂપાવી રાખેલી વિદેશી દારૂની 1065 બોટલ કબજે કરી હતી. ખાડો ખોદીને તેમાંથી દારૂ મળી આવતા એક તબક્કે પોલીસ પણ અચંબામાં મુકાઇ ગઇ હતી.

સર્વેલન્સ સ્કવોર્ડે વિદેશી દારૂ સંતાડી ધંધો કરનાર દિપક નારસિંગ સોનાર (રહે – સત્યનગર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, માણેજા) ની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાણીયો તેજબહાદુર થાપા (રહે, ડાહીબા નગર, મકરપુરા, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે 1, 10,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

મકરપુરા પોલીસે 1, 10,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસેથી બચવા માટે બૂટલેગરો અવનવા કીમિયા અપનાવી દારૂનો ધંધો કરતા હોય છે. પરંતુ પોલીસની નજરથી લાંબા સમય સુધી બચી શકાતું નથી. મકરપુરા પોલીસે ખાડો ખોદીને દાટી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ શહેરમાંથખી જમીનમાં સુરક્ષીત રીતે જમીનમાં મુકી રાખવામાં આવેલો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. બુટલેગરો ગમે તેટલા કિમીયા અજમાવે પોલીસથી બચવું શક્ય જ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud