• પોલીસે બાતમીને આધારે વડોદરા-હાલોલ રોડ પરથી રૂ.1.68 લાખનો દારૂ જપ્ત કર્યો
  • પોલીસે દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી, રાજસ્થાનના સપ્લાયયરને વોન્ટેડ જાહેર કર્યો
  • પોલીસે સેગવા ગામની સીમમાંથી પણ બે શખ્સને 59 હજારના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા

WatchGujarat  વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમે કોટંબી બસ સ્ટેન્ડ પાસેથી ટેમ્પોમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂનો સંતાડીને હેરાફેરી કરતા બે શખસને ઝડપી પાડ્યા હતા અને દારૂ મોકલનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 1.68 લાખની કિંમતની દારૂની 1464 બોટલો, ટેમ્પો અને મોબાઈલ સહિત 8.73 લાખની મત્તા કબ્જે કરી હતી. આ ઉપરાંત LCB પોલીસે છોટાઉદેપુરથી વડોદરા આઇસર ટેમ્પોમાં લાવવામાં આવતો 59હજારનો દારૂનો જથ્થો સેગવા ગામની સીમમાંથી પકડી પાડી બેની અટકાયત કરી છે.

વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટેમ્પોના ચોરખાનામાં સંતાડી હાલોલથી વડોદરા તરફ લઈ જવાનો છે. જેના આધારે પોલીસે કોટંબી બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ આવતા ટેમ્પોને કોર્ડન કર્યો હતો. ટેમ્પોની તલાસી લેતા એક તબ્બકે પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ટેમ્પોમાં પાછળના ભાગે પતરા નીચે ચોરખાનું બનાવી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને 1.68 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1464 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂ.1.68લાખના દારૂના જથ્થો, ટેમ્પો અને મોબાઈલ સહિત 8.73 લાખની મત્તા કબ્જે કરી હતી.

પોલીસે ટેમ્પોમાં સવાર રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી કૈલાશચંદ્ર કીર અને બનાસકાંઠાના રહેવાસી વિપુલ નટની અટકાયત કરી હતી અને તેઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનના વિજેશ નામના વ્યક્તિએ મોકલ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ ઉપરાંત LCB પોલીસે છોટાઉદેપુરથી વડોદરા આઇસર ટેમ્પોમાં લાવવામાં આવતો દારૂનો જથ્થો પકડી પડ્યો હતો. પોલીસે બાતમીના આધારે સેગવા ગામની સીમમાં વોચ ગોઠવી આઇસર ટેમ્પોને કોર્ડન કર્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી 59,760ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટિમ મળી કુલ 144 બોટલ મળી આવી હતી. પોલીસે 59,760ની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂ, 3.62 લાખની માતાનો મુદ્દામાલ કબ્જે કરી છોટા ઉદેપુરના ગોવિદ રાઠવા અને ભુવનસિંગ રાઠવાની અટકાયત કરી વડું કાર્યવાહી હાથ ધરી છે,

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud