• ધનશ્યામ ફુલબાજેના પુત્ર અને તેના મિત્ર સામે વારસીયા પોલીસે માસ્ક દંડની પણ કાર્યવાહી કરી હતી.
  • નાઇટ કર્ફ્યુ દરમિયાન નંબર વગરની જીપ લઇ રોફ ઝાડતા દેવુલ ફુલબાજે અને તેના મિત્ર રોનક સામે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.
  • માંજલપુર ખાતે ગતરોજ બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ધનશ્યામ ફુલાબેજના પુત્ર દેવુલની શોધખોળ હાથ ધરી છે.

WatchGujarat. ગત રોજ માંજલપુર સ્મશાન ખાતેથી મોપેડ પર પસાર થયેલી રહેલી મહિલાને નંબર વગરની કાળા રંગની જીપે અડફેટે લેતા અકસ્માતમાં સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા સહિત બે બાળકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 વર્ષના માસુમ બાળકનુ મોત નિપજ્યું હતુ. હીટ એન્ડ રનના ચકચારી બનાવને પગલે માંજલપુર પોલીસે જીપ કબજે કરી તેના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં માંજલપુર સ્મશાન પાસે ગત રોજ સાંજના સમયે આડેધડ આવતી નંબર વગરની કાળા રંગની જીપે મોપેડને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક મહિલા અને બે બાળકો ગંભીર રીતે ઘવાતા 7 વર્ષના કવિશનુ મોત નિપજ્યું હતુ. જ્યારે નંબર વગરની કાળા રંગની જીપ ઘટનાના બેથી અઢી કલાક બાદ માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અલવાનાકા પાસેથી મળી આવી હતી. પોલીસે જીપમાં તપાસ કરતા એક મોબાઇલ અને નંબર પ્લેટની મળી આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન જીપનો માલિક ધનશ્યામ ફુલબાજે હોવાનુ બહાર આવ્યું હતુ. તેમજ અકસ્માતના ઘડનાર તેનો પુત્ર દેવુલ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યું છે. જેથી પોલીસે માંજલપુર સ્થિત ઘનશ્યામ ફુલબાજેના નિવાસ સ્થાને તપાસ કરતા કોઇ મળી આવ્યું ન હતુ. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી જીપના માલિક અને અકસ્માત કરનારની શોધખોળ હાથ ધરી છે.

મહત્વની બાબત એ છે કે, ગત એપ્રિલ માસમાં નંબર વગરની કાળા રંગની જીપ લઇને રાત્રી કર્ફ્યુ દરમિયાન મિત્ર સાથે રોફ ઝાડવા નિકળેલા દેવુ ફુલબાજેની વારસીયા પોલીસે ગધેડા માર્કેટ પાસેથી અટકાયત કરી બે લોકો સામે કર્ફ્યુ ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ નંબર વગરની જીપ ડિટેઇન કરી આર.ટી.ઓ મેમો ફટકારવામાં આવ્યો હતો. વારસીયા પોલીસે છાકટા બની માસ્ક વગર ફરી રહેલા દેવુલ ફુલબાજે અને તેના મિત્ર રોહન ચૌધરી પાસેથી માસ્ક દંડ પણ વસુલ્યો હતો.

આ ઘટના બાદ પણ દેવુલ ફુલબાજે બિંદાસ્ત નંબર વગરની જીપ લઇને શહેર ફરતો રહ્યો અને આખરે એક 7 વર્ષના માસુમે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud