• શહેરના સયાજીપુરા ટાઉનશીપ વિસ્તારમાં માર્કેટ રોડ પર 27 વર્ષિય દર્શીલ ભુપેન્દ્રભાઇ શાહ તેમના પરિવાર સાથે રહે છે.
  • મિત્ર અને ત્યાર બાદ ડોક્ટરને મળવાનું હોવાથી દર્શિલભાઇ રોકડા રૂ. 55 લઇને ઘરેથી નિકળ્યા હતા
  • ડોક્ટરને મળીને પરત જવા નિકળ્યા તો ડ્રાઇવર સાઇડનો કાચ તુટેલો અને પૈસાની થેલી ગાયબ જોવા મળી
  • ઘટના બાદ સીસીટીવી ચકાસતા ચોરી થયાનું સામે આવ્યું

WatchGujarat. શહેરમાં ધોળે દહાડે રોડ સાઇડ પર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને રોડડા રૂ. 55 હજારની ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફીકથી ધમધમતા રસ્તા પર થયેલી ચોરીને કારણે ચોરોની હિંમત ખુલી ગયાનું અને પોલીસનો ચોરોમાં કોઇ પણ પ્રકારનો ખૌફ નહિ હોવાનું સાબિત કરે છે. મામલાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કારેલીબાગમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરના સયાજીપુરા ટાઉનશીપ વિસ્તારમાં માર્કેટ રોડ પર 27 વર્ષિય દર્શીલ ભુપેન્દ્રભાઇ શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ આજે સવારે મિત્રને મળવાનું હોવાથી ઘરેથી રૂ. 55 હજાર લઇને નિકળ્યા હતા. મિત્રને મળીને સંગમ નજીક આવેલા કવિતા નર્સિંગ હોમમાં ડોક્ટરનું કામ હોવાને કારણે તેઓ રોડ સાઇડ પર ગાડી પાર્ક કરીને કામ અર્થે ગયા હતા. કામ પતાવીને પરત ફરતી વેળાએ તેમની ગાડીનો ડ્રાઇવર સાઇનો કાચ તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. અને ગાડીમાં પ્લાસ્ટીકની થેલીમાં મુકેલા રોકડા રૂપિયા 55 હજાર ગાયબ થયેલા જોવા મળ્યા હતા.

આ મામલે સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા, દોઢ વાગ્યાની આસપાસ દર્શિત શાહની ગાડી નજીકથી કોઇ અજાણ્યો વ્યક્તિ પસાર થાય છે. વ્યક્તિ આગળ ગયા બાદ પાછો ફરે છે. અને ગાડીના કાચને તોડીને ગણતરીની સેકંડોમાં રૂપિયા ભરેલી થેલી લઇને સામેની સાઇડ જતો રહે છે. સમગ્ર ઘટના દરમિયાન રોડ પર વાહનોની અવર – જવર ચાલુ છે. ભરચક વિસ્તારમાં આ પ્રકારે ધોળે દહાડે ચોરી થવી ચોરોના મનસુબા મજબુત હોવાનું દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત ઘોળે દહાડે થયેલી ચોરીની ઘટનામાં પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. હવે આ કિસ્સામાં પોલીસ કેટલા સમયમાં આરોપીઓને પકડે છે તે જોવું રહ્યું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud