• 6 પોલીસ સ્ટેશનનુ વિભાજન કરી નવા 4 પોલીસ સ્ટેશન બનાવાશે
  • શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નિર્માણ પામશે કુંભારવાડા પોલીસ સ્ટેશન
  • વિશ્વાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં વધુ 821 સીસીટીવી કેમેરા લાગશે
  • પોલીસ વિભાગમાં નવી 63 જગ્યાઓ ઉભી કરાશે, જેવી પાછળ 2 કરોડ 63 લાખનો ખર્ચ કરાશે અને 33 બોલેરો અને 53 મોટર સાયકલ ફાળવવામાં આવશે
  • વડોદરા SHE TEAM મોડલ રાજ્યના અન્ય કમિશનરેટ વિસ્તારોમાં પણ જોવા મળશે

WatchGujarat. શહેરના વિકાસ સાથે ભૌગોલિક પરિસ્થિતિ પણ બદલાઇ રહીં છે. વિસ્તાર વધતા ત્યાં રહેતા લોકોની સુરક્ષા અને સલામતની જવાબદારી પણ શહેર પોલીસ સીરે છે. જેથી શહેર પોલીસના 6 જેટલા પોલીસ સ્ટેશનનનુ વિભાજન કરી નવા 4 પોલીસ સ્ટેશનુ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં અટલાદર, કપૂરાઇ, અકોટા અને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કુંભારવાડા પોલીસ સ્ટેશન નિર્માણ પામશે.

Gujarat Home Minsiter Pradipsinh Jadeja
Gujarat Home Minsiter Pradipsinh Jadeja

વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સાથે પોલીસ વિભાગને લાગતી અનેક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, વડોદરા પોલીસની ઉત્તમ કામગીરીને વધુ ઉત્તમ બનાવવા વડોદરા શહેરના વ્યાપને ધ્યાનમાં રાખીને કુંભાર વાડા, અકોટા, અટલાદરા અને કપુરાઇના નવા પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે. આ નવા પોલીસ સ્ટેશન માટે 300નું મહેકમ સાથે શહેર પોલીસ માટેના મહેકમમાં 63નો વધારો , 33 બોલેરો જીપ અને 52 મોટર સાયકલ વાહનો ની ફાળવણી અને સાધન સુવિધાઓ આપવાની જોગવાઈ કરી છે. તેમજ બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.

હાલમાં 1355 જેટલા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટના બીજા ચરણમાં 650 વધુ સી.સી.ટીવી કેમેરા આપવાનું આયોજન છે. ધારાસભ્યઓની રજૂઆત ને અનુલક્ષીને તેમણે જણાવ્યું કે, લોન ની વસુલાત માટે દાદાગીરી કરનારા રિકવરી એજન્ટો સામે નાગરિકોની ફરિયાદ મળતા જ ગુનો નોંધવામાં આવશે. તેમણે શહેર પોલસી સ્ટેશનના વિસ્તારમાં સી.સી.ટીવી સર્વેલાન્સ સઘન બનાવવા અને યોગ્ય કિસ્સાઓમાં આધાર કાર્ડની ચકાસણી સહિતના પગલાં લેવા સૂચના આપી હતી.

Gujarat Home Minsiter Pradipsinh Jadeja
Gujarat Home Minsiter Pradipsinh Jadeja

નશીલા પદાર્થો ને લગતા ગુનાઓ માટે મલ્ટી ડ્રગ ટેસ્ટ ડીવાઈસ કીટના ઉપયોગની વડોદરા પોલીસ ની પહેલને તેમણે બિરદાવી હતી. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્વેલાન્સ વધારવા સહિતની રજૂઆતોમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

વડોદરા શહેરમાં ShE Teamની કામગીરીની પ્રશંસા કરતા ગૃહમંત્રીએ જણાવ્યુ કે, મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરવા ઉપરાંત તેમની સાથે અત્યાચારમાંથી મુક્તિ અપાવવાની સાથે શી ટીમે કોરોના બીજી લહેર દરમિયાન લોકોની ખૂબ મદદ પહોંચાડી હતી. વડોદરા શહેર પોલીસના આ મોડલ પ્રોજેક્ટને રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં ચર્ચા-વિચારણના અંતે અમલમાં મૂકવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud