• મુખ્યમંત્રીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
  • વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો
  • શહેરની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, લોકો નિયમોનું પાલન કરે : મેયર
  • રેમેડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ અને સપ્લાય ચેન તૂટતા હાલાકી, 3 દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશેઃ મેયર
  • હાથીખાના, મંગળ બજાર સહિતના ભીડભાડવાળા બજારો અંગે વેપારી મંડળ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે
  • આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઉભા થશે

WatchGujarat. વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાયુ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને વિવિધ મુદ્દાઓને લઈને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ બાદ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરાની પરિસ્થિતિ અત્યંત નાજુક છે. નગરજનોને અપીલ છે કે, નિયમોનું પાલન કરે. રેમડેસિવિર ઇન્જેક્શનના ડિમાન્ડ સપ્લાયની વ્યવસ્થા ખોરવાઇ છે, પરંતુ, ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.

આ બેઠક દરમિયાન વડોદરા શહેરના મેયર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, હાઇકોર્ટની સુચના બાદ મુખ્યમંત્રીએ વડોદરાની હોસ્પિટલોની પરિસ્થિતિની માહિતી મેળવી છે. વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો છે.

મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂનું કડકાઇથી અમલ કરાશે. ભીડભાડવાળા સ્થળોએ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળ બજાર જેવા ભીડભાડવાળા બજારોમાં વેપારી મંડળ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફિસ , વ્યવસાય, ઉદ્યોગોમાં 50% કર્મચારી થકી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અને વડોદરાની પરિસ્થિતિ સારી છે. આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઉભા થશે. કોમ્યુનિટી સ્પ્રેડમાં એકથી વધુ કેસો આવતા હોય પરિણામે બેડની સંખ્યામાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવા સત્તા આપી છે. 5000 રેમડેસવિર ઇન્જેક્શન વડોદરાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, લોકોમાં રેમડેસિવીર ઇન્જેક્શન મુદ્દે ગેરસમજ ઊભી થઈ છે. દર્દી તથા તેમના સગાસંબંધીઓ પોતે જ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યા છે. ખરેખર ડોક્ટરની સલાહ મુજબ તે અનિવાર્ય છે. તેમજ ડોક્ટરોને પણ બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન અંગે પ્રિસ્ક્રિપ્શન ન લખવા સૂચના આપી છે. વડોદરા શહેર-જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી છે, જેના કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud