• ફેતગંજ વિસ્તારના ફૂલવાડી ચાર રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી
  • દંડ ભરવાનું જણાવતા યુવક જોર જોરથી હું દંડ નહિ ભરું તમારાથી જે થાય તેમ કરીલોની બૂમો પાડવાની સાથે વિડીયો બનાવતો હતો
  • પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. ફતેગંજ વિસ્તારમાં ગત રોજ વાહન ચેકીંગ દરમિયાન માસ્ક નહીં પહેરનારને પોલીસે દંડ પાવતી આપી દંડ ભરવાનું જણાવતા 42 વર્ષીય યુવકે પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભું કરી તેનો વિડીયો બનાવી ફેસબુક લાઈવ કરતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફતેગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓ માસ્કના જાહેરનામા ભંગ અંગે ગત રોજ બપોરે 11.30 થી 2 વાગ્યા સુધી ફૂલવાડી ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન બપોરે 1.30 વાગ્યે પોલીસ કર્મીઓ વાહન ચેકીંગ કરી કરી રહ્યા હતા. ત્યારે એક યુવક ત્યાંથી માસ્ક પહેર્યા વગર પસાર થયો હતો. જેથી વાહન ચેંકિંગ કરતા પોલીસકર્મીએ તેને રોક્યો હતો અને તેની પુછપરછ કરી હતી.

ત્યારે યુવકે પોતાનું નામ હર્ષદ રામજીભાઈ સોલંકી (ઉ.વ 42) રહે, કોહલી ગામ, સિંઘરોટ રોડ જણાવ્યું હતું. હર્ષદે માસ્ક ન પહેર્યું હોવાથી વાહન ચેકીંગ પર હાજર પોલીસ કર્મીએ તેને દંડ પેટે રૂ,1000 ભરવાનું જણાવી પાવતી આપી હતી. જેથી હર્ષદ એકદમથી ઉશ્કેરાઈ ગયો હતો અને જોર જોરથી હું દંડ નહિ ભરું તમારાથી જે થાય તેમ કરીલો બૂમો પાડવા લાગ્યો હતો. અને વિડીયો બનાવવા લાગ્યો હતો.

દરમિયાન વીડિયોમાં તમે પોલીસવાળા અમને હેરાન કરો છો. અમારી પાસે ખોટો દંડ ઉઘરાવો છો તેવી બૂમો પાડવા લાગ્યો હતો. જેથી વાહન ચેકીંગ દરમિયાન હાજર પોલીસે તેને સમજાવ્યો હતો. અને આ માસ્ક નહીં પહેરવા બદલ પાવતી આપવામાં આવી છે. તેવું સમજાવવામાં આવ્યું હતું. ત્યારે હર્ષદે પોલીસની કાર્યવાહીમાં ઈરાદા પૂર્વક અડચણ ઉભું કરી ફેસબુક પર લાઈવ વિડીયો ઉતારી પોલીસનું અપમાન કરતો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud