કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડર અને કોંગ્રેસ અગ્રણી વોર્ડ નં-7માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યા હતા
અણખોલ ખાતે રોડ ટચ જમીન જોવાના બહાને બોલાવી ત્રણ યુવકોએ અપહરણ કરી લૂંટ ચલાવી
લૂંટી લીધા બાદ વધુ રૂપિયાની માગણી નહિં સંતોષાય તો પત્ની અને છોકરીને ઉપાડી જવાની ધમકી આપી
બિલ્ડરનુ અપહરણ લૂંટ ચલાવનાર શખ્સો પોલીસના હાથવેંતમાં
Watchgujarat. જમીન લે વેચ અને કોન્ટ્રકટર તરીકે વ્યવસા કરતા બિલ્ડરને જમીન જોવાના બહાને બોલાવી ત્રણ યુવકે અપહરણ કરી લૂંટ ચલાવી હતી. બનાવને પગલે કોન્ટ્રાકટરે વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવત પોલીસે આ મામલે ગુનો નોંધી અપહરણકરતાઓની શોધખોળ હાથ ધરી હતી. જોકે ત્રણ યુવકો પોલીસના હાથવેંતમાં હોવાનુ જાણાવ મળી રહ્યું છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડરે વાધોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 10ના રોજ બપોરના સમયે તેઓ તેમના મિત્રની સાથે કારમાં હતા, ત્યારે તેમના મોબાઇલની બ્લૂ એપ્લીકેશન મારફતે મેસેજ મળ્યો હતો, જેમાં જણાવ્યુ હતુ કે, અણખોલ નજીક રોડ જમીન આવેલી છે, જે જમીન વ્યાજબી ભાવે અને લાંબા ટર્મસથી આપવાની છે. જેથી બિલ્ડરે મેસેજનો રિપ્લાય કરી બપોરે સવા બે વાગ્યાની આસપાસમાં જમીન જોવા માટે પોતાની કાર લઇને પહોંચ્યાં હતા.
જ્યાં અણખોલ ગામથી થોડેક આગળ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે કાર ઉભી રાખી હતી. તેવામાં ડીઓ મોપેડ લઇને એક યુવક તેમની પાસે આવી જણાવ્યુ કે, જમીન અહિંયાથી થોડેક આગળ છે અને ખેતર ઉબળ ખાબળ છે. જેથી તમે મારી મોપેડ પર બેસી જાઓ. યુવકના કહેવા પ્રમાણે બિલ્ડર મોપેડ પર બેસી જતા યુવકે થોડે ક આગળ લઇ જઇ જમીનો બતાવી હતી. દરમિયાન થોડા સમય માટે યુવક અચાનક ગાયબ થઇ ગયો અને બાદમાં અન્ય બે લોકો સાથે ખેતરમાં આવી પહોંચ્યો હતો. જ્યાં બિલ્ડરને કહેવામાં આવ્યું કે અમારા ખેતરમાંથી રૂ. 80 હજારની બે ગાયો ચોરાઇ છે. તમે ચોર છો અને ચોરી કરવા આવ્યા છો કહીં ફેટ પકડી ગડદાપાટુનો મારવ મારી સોનાની ચેઇન, મોબાઇલ ફોન અને બ્લૂટુથ તથા રોકડા મળી કુલ રૂ. 73 હજારની લૂંટ ચલાવી હતી.
ત્યારબાદ આ યુવકોએ બિલ્ડરના કઢંગી ફોટા પાડી વધુ રૂપિયા એક લાખની માગણી કરી હતી. જેથી બિલ્ડરે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પત્ની પાસે રૂપિયા 12 હજાર મંગાવી આપ્યા હતા. જોકે રૂ. 1 લાખ નહિં હોવાનુ જણાવતા ત્રણેય યુવકોએ રૂ. 50 હજારની માગ કરી હતી. જેથી બિલ્ડરે રૂપિયા બે દિવસમાં ચુકવવાનુ કહેતા તેમનો છુટકારો થયો હતો. તેમજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ધમકી આપવામાં આવી હતી કે, જો રૂપિયા નહિં ચુંકવાય તો પત્ની અને છોકરીને અમારા માણસો ઉપાડી જશે.
- કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડર અને કોંગ્રેસ અગ્રણી વોર્ડ નં-7માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યા હતા
- અણખોલ ખાતે રોડ ટચ જમીન જોવાના બહાને બોલાવી ત્રણ યુવકોએ અપહરણ કરી લૂંટ ચલાવી
- લૂંટી લીધા બાદ વધુ રૂપિયાની માગણી નહિં સંતોષાય તો પત્ની અને છોકરીને ઉપાડી જવાની ધમકી આપી
- બિલ્ડરનુ અપહરણ લૂંટ ચલાવનાર શખ્સો પોલીસના હાથવેંતમાં