• કોરોનાની બીજી વેવ શાંત થતા જ વેપાર ધંધા અને લોકોની અવર – જવર પર રાજ્ય સરકાર દ્વારા લગાડવામાં આવેલા નિયમો હળવા કરી દેવામાં આવ્યા
  • વડોદરા શહેરમાં ડેલ્ટા વેરિયન્ટના બે શંકાસ્પદ કેસને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું
  • બંને દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા

WatchGujarat. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ડેલ્ટા વેરિયેન્ટના બે શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. બંને દર્દીના સેમ્પલ વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. એક મહિના પહેલા વડોદરાના જરોદની એક મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું. ડેલ્ટા પ્લસ વેરીયન્ટ વિદેશોમાં સક્રમણ વધુ તેજીથી ફેલાવતો હોવાના કારણે લોકોમાં ડર છે. હજી કોરોના ગયો નથી. લોકોએ કોરોનાથી બચવાના તમામ ઉપાયોનું અનુસરણ કરવું જોઇએ.

કોરોનાની બીજી વેવ શાંત થતા જ વેપાર ધંધા અને લોકોની અવર – જવર પર રાજ્ય સરકાર દ્વારા લગાડવામાં આવેલા નિયમો હળવા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે તંત્રની ચિંતા વધારે તેવા સમારાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં ડેલ્ટા વેરિયન્ટના બે શંકાસ્પદ કેસને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક યુવાન અને એક આધેડ ઉંમરની વ્યક્તિને 5 દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.

આ બંને દર્દીઓ 15 દિવસ પહેલા કેરાલા ફરવા માટે ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ બંનેમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. જેથી બંનેએ પહેલા હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી કેરાલાની હોવાથી બંનેને ડેલ્ટા વેરિયન્ટની આશંકા છે. જેના કારણે બંને દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 8થી 10 દિવસમાં આવે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખીય છે કે, કોરોના હજી ગયો નથી. કોરોનાને સહેજપણ હળવાશથી લેવાની જરૂર નથી. કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરવું જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud