• કોરોનાની ત્રીજી લહેર આવે તો કયા પ્રકારની તૈયારીઓ કરવી અને રાખવી તેની ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી
  • રાજ્યના આરોગ્ય સચીવ મનોજ અગ્રવાલએ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન તેમજ સ્ટાફ સાથે મીટીંગ યોજી
  • કોરોનાની બીજી લહેરમાં થયેલી કામગીરી કરતા ડબલ કામગીરી કરવા અંગે ચર્ચા કરાઇ – આરોગ્ય સચિવ, મનોજ અગ્રવાલ

WatchGujarat. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોનાના જીવલેણ વાયરલ સામે લડી રહ્યું છે. કોરોનાની પહેલા લહેર બાદ અચાનક ઘાતક બની શરૂ થયેલી બીજી લહેરમાં અસંખ્યા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં હતો. કોરોનાની બીજી લહેરમાં સેંકળો લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે હવે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર દ્વારા પાણી આવતા પહેલા પાળ બાંધવા જેવી કામગીરી શરૂ કરી છે.

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબીત થઇ હતી. હજારોની સંખ્યામાં લોકોએ પરિવારના સભ્યો ગુમાવતા કેટલાક પરિવારો નિરાધર બન્યાં છે. જોકે કોરોનાની પરિસ્થિતિ કેટલીક હદે કાબુમાં આવતા સરકાર દ્વારા નિયમોમાં કેટલીક છુટછાડ આપી છે. પરંતુ આ છુટછાટનો મોટાભાગના લોકો દ્વારા દુરઉપયોગ કરી, જાણે કોરોના હમેશા માટે જતા રહ્યો હોય તે રીતે વર્તી રહ્યાં છે.

તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાંતો દ્વારા તેમના અભીપ્રાય રજૂ કરવામાં આવી રહ્યાં છે. જેને સરકાર દ્વારા ખાસ ધ્યાને લેવામાં આવી રહ્યાં છે. જો ત્રીજી લહેર આવે તો તે બીજી લહેર કરતા પણ ઘાતક સાબીત થાય તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જેના અનુસંધાને રાજ્યાના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે આજે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન અને તેમની ટીમ સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને કંઇ રીતે પહોંચી વળવુ અને કેટલો સ્ટાફ, સાધન સામગ્રી, બેડ, ઓક્સિઝન, આઇ.સી.યુ અને વેન્ટીલેટર જેવી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ મામલે રાજ્યના આરોગય સચિવ મનોજ અગ્રાવતે હતું કે, આજ રોજ સયાજી હોસ્પિટલ ખાતે આવી સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન તેમજ તેમની ટીમ સાથે કોરોનાની ત્રીજી લહેરન તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા અને જણાવટ કરવામાં આવી, રાજ્ય સરકારે જે રીતે નક્કી કર્યું છે કે, બીજી વેવમાં જે રીતે મહત્મ કામગીરી થઇ હોય તેના કરતા પણ ડબલ તૈયારી દરેક જગ્યાએ, દરેક જિલ્લામાં, દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લામાં કરવાની છે, જે અંગેની ચર્ચા કરવામાં આવી છે. તેમાં પણ જુદા જુદા પાસાઓ જેમ કે, હ્યુમન રિસોર્સી, સાધન, દવાઓ અને ટેલી મેડિસીન પર ભાર આપવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમમ ફેલાય તેવી પરિસ્થિતિને કંઇ રીતે પહોંચી વળાય તે બાબતે ચર્ચા કરવામાં આવી છે. જેના સંદર્ભે સુપ્રિટેન્ડન્ટ અને ડીન દ્વારા તેનુ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. તેમજ બીજી લહેર દરમિયાનની પોઝિટીવ કામગીરીની ચર્ચા કરી, ત્રીજી લહેરમાં કામગીરી બમણી કરવાની રહેશે, તેમજ બેડની સંખ્યામાં વધારો કરી અને ઓક્સિઝનની પુરતી સુવિધા રાખવાની છે. અને જરૂર પડે તો સંસ્થા અથવા સરકારી હોલનો કંઇ રીતે ઉપયોગ કરવો તે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહીં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud