બાપોદ, રામદેવનગર, સવાદ, આજવા રોડ, સુદામાપુરી, વાઘોડીયા રોડ, વારસિયા, એસ.કે.કોલોની. ફતેપુરા, હરણી રોડ, કારેલીબાગ, ફતેગંજ, આનંદનગર, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતા નગર,ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર,યમુનશીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, સુભાનપુરા, ગોરવા, ગોત્રી.

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 163 પોઝિટીવ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4487 સેમ્પલમાંથી 163 કોરોના પોઝિટીવ અને 4324 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 26,604 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 0 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 246 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 850 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 667ની હાલત સ્ટેબલ છે, જ્યારે 118 ઓક્સિજન પર અને 65 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 183 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 05 સરકારી હોસ્પિટલ ખાતેથી, 03 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 80 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 88 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,508 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4816 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4816 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud