• વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી કોવેક્સીનના ડોઝની સમસ્યા હતી, હવે કોવિશિલ્ડના ડોઝનો સપ્લાય ઘટ્યો
  • શહેરના 75 ટકા લોકોએ કોરોનાની વેક્સીનનો ડોઝ લીધો હોવાથી ત્રીજી લહેર સામે આપણે વધારે સુરક્ષીત રહી શકીશું – ડો. રાજેશ શાહ
  • અગાઉ પ્રતિદીન કોવિશિલ્ડ વેક્સીનના 15 હજાર જેટલા ડોઝ મળતા હતા. તેની સામે હવે માત્ર 5 હજાર જેટલા ડોઝ જ મળી રહ્યા છે
  • સરકાર દ્વારા વેક્સીનના ઉત્પાદનમાં વધુ કંપનીઓને કામ સોંપી દીધું હોવાના કારણે ઓવરઓલ વેક્સીનની ઘટ ટુંક સમયમાં દુર થશે
Representative Image
Representative Image

WatchGujarat. વડોદરામાં તાજેતરમાં વેક્સીના સપ્લાયમાં ભારે વધ – ઘટ જોવા મળી હતી. જેને પગલે સ્વદેશી નિર્મિત કોવેક્સીનનો બીજો ડોઝ લેવા માટે લોકોએ રાહ જોવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી તો બીજી તરફ કોવિશિલ્ડ વેક્સીન જરૂરીયાત પ્રમાણે મળી રહેતી હતી. જો કે હવે સ્થિતી બદલાઇ છે. હવે સ્વદેશી નિર્મિત કોવેક્સીનનો જથ્થઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. ત્યારે કોવિશિલ્ડ વેક્સીનના સપ્લાય પર અગાઉની સરખામણીએ 67 ટકા જેટલો ઘટાડો જોવ મળી રહ્યો છે.

પર્યાપ્ત જથ્થો મળતા સ્વદેશી નિર્મિત કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ

વડોદરામાં વેક્સીનની સ્થિતી અંગે વાત કરતા મધ્યગુજરાતના વેક્સીન કો – ઓર્ડિનેટર અને પાલિકાના આરોગ્ય કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ વડોદરામાં સ્વદેશી નિર્મિત કોવેક્સીન અને કોવિશિલ્ડ વેક્સીન મુકવામાં આવી રહી છે. પર્યાપ્ત જથ્થાના કારણે કોવેક્સીનને પ્રથમ ડોઝ તરકે આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં અત્યાર સુધી 75 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં સફળતા મળી છે. જેને કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો આપણે તેની સામે વધારે સુરક્ષીત રહી શકીશું.

Central Gujarat Vaccine Co-ordinator Dr. Rajesh Shah
Central Gujarat Vaccine Co-ordinator Dr. Rajesh Shah

અગાઉ વેક્સીન શોર્ટેજની સ્થિતી હાલ સુધરી

વધુમાં ડો. રાજેશ શાહે ઉમેર્યું હતું કે, વડોદરામાં અત્યાર સુધી સ્વદેશી નિર્મિત કોરોનાની વેક્સીન કોવેક્સીનનો શોર્ટ સપ્લાય હતો. જેને કારણે તેનો બીજો ડોઝ લેવા માટે લોકોને થોડીક રાહ જોવી પડે તેવી સ્થીતી સર્જાઇ હતી. જો કે, હવે કોવેક્સીનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળી રહ્યો છે. જેને કારણે હવે વેક્સીનનો પહેલો ડોઝ લેનારા લોકોને પ્રથમ ડોઝ તરીકે કોવેક્સીન આપવામાં આવી રહી છે.

કોરોનાની વેક્સીનનો સપ્લાય પુન શરૂ થતા સ્થિતી સુધરશે

ડો. રાજેશ શાહે જણાવ્યું કે, ભારતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ થનારી કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો હાલ પર્યાપ્ત માત્રામાં મળી રહ્યો નથી. અગાઉ પ્રતિદીન 15 હજાર જેટલા ડોઝ મળતા હતા. તેની સામે હવે માત્ર 5 હજાર જેટલા ડોઝ જ મળી રહ્યા છે. જેને કારણે હાલની સ્થિતીએ કોરોનાની વેક્સીનનો બીજો ડોઝ લેનારાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અગાઉની સરખામણીએ શહેરના મળતા કોવિશિલ્ડ વેક્સીનના જથ્થામાં 67 ટકા જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે, સપ્લાય પુન શરૂ થતા સ્થિતી સુધરી શકે છે.

સરકારના પ્રયાસોથી ટુંક સમયમાં જ વેક્સીનની ઘટની સમસ્યા દુર થશે

વધુમાં ડો. રાજેશ શાહે કહ્યું કે, વધુ લોકો સુધી કોરોનાની વેક્સીન પહોંચે તે માટે કોમ્યુનીટી લેવલ પર પણ સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને લઇને હવે તમામ લોકો કોરોનાની વેક્સીન લેવા માટે અગાઉની સરખામણીએ વધારે સજાગ છે. જેને લઇને હવે વેક્સીન લેવા માટે લોકોને ઘસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા વેક્સીનના ઉત્પાદનમાં વધુ કંપનીઓને કામ સોંપી દીધું છે. જેને લઇને ટુંક સમયમાં જ વેક્સીનની ઘટની સમસ્યા દુર થાય તેવું હાલ તબક્કે લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud