GIDC થી વડસર બ્રિજ ચઢતા મેડિસ્ટાર હોસ્પિટલની સામેના ડિવાઈડર નજીક બન્યો અકસ્માતનો બનાવ
108માં ટુ વ્હીલર ચાલકને ગોત્રી હોસ્પિટલ લઇ જતા હાજર તબીબે મૃત જાહેર કર્યો
આ અકસ્માત અંગે પોલીસે સફાઈ મશીનના ડ્રાઈવરની ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી
WatchGujarat. વડોડરા શહેરના મકરપુરા GIDC થી વડસર બ્રિજ ચઢતા મેડિસ્ટાર હોસ્પિટલની સામેના ડિવાઈડર નજીક ગતરોજ વડોદરા કોર્પોરેશનના ઓટોમેટિક સ્વીપર મશીન સાથે કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી એક યુવા ઉદ્યોગ સાહસીકનું ટુ વ્હીલર ઘૂસી જતા અકસ્માત થયો હતો. અને ઘટનામાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે માંજલપુર પોલીસે કોર્પોરેશનના સ્વીપર મશીનના ડ્રાઈવરની ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિનોદભાઈ ચૌહાણ (ઉ.30 વર્ષ) (રહે અલ્વાનાકા માંજલપુર) માંજલપુર તુલસીધામ પાસે આવેલી ઓમ સ્વછતા નામની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. આ કંપની વડોદરા કોર્પોરેશનમાં ડ્રાઈવર તથા કંન્ડક્ટર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવે છે.
ગત 6 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે રોજિંદા ક્રમ મુજબ સ્વીપર મશીનનો ડ્રાઈવર અને સાથે એક કન્ડકટર રોહિત સંગડા (ઉ.20વર્ષ) સફાઈ કામ માટે સ્વીપર મશીનનો ટ્રક લઈને વડસર બ્રિજ થી સુશેન સર્કલના રૂટ તરફ નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ મકરપુરા GIDC થી વડસર બ્રિજ ચઢતા મેડિસ્ટાર હોસ્પિટલની સામેના ડિવાઈડર નજીક સફાઈ કામ ચાલતું હતું. આથી સાથી કન્ડકટર ટ્રક નીચે ઉતરી પાછળ થી આવતા તમામ વાહનોને સાઈડ બતાવતો હતો.
પરંતુ તે સમયે પાછળથી ટુ વ્હીલર લઇને આવતા યુવા ઉદ્યોગ સાહસીક અંકિત પ્રકાશચંદ્ર પંચાલ ટ્રક સાથે ભટકાયો હતો. અંકિત પંચાલ યુવા ઉદ્યોગ સાહસીક છે. અને મકરપુરા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવે છે. ટ્રકમાં ટુ વ્હીલક ઘુસી જવાને કારણે અંકિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કોઈ રાહદારી એ તુરંત 108 નો સંપર્ક કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અંકિત પંચાલને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. પરંતુ ત્યાં હજાર તબીબે અંકિતને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જે સ્થળ પર અકસ્માત સર્જાયો તેની સામે જ અંકિતનું ઘર આવેલું છે. જેથી પોલીસે મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.