[caption id="attachment_1275858" align="aligncenter" width="1280"] Dr. Nidhi Patel, Vadodara - Gujarat[/caption]
WatchGujarat. ડોક્ટર્સ ડે પર શહેરના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. નિધી પટેલે તેમના અનુભવ વિશે જણાવ્યું હતું. ઇન્ટરનેટના જમાનામાં દર્દીઓ પહેલા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અધુરી માહિતી મેળવીને ડોક્ટર પાસે જાય છે. તેવા સમયે પેશન્ટને સમજાવવાની સાથે સાથે તેમને આપવા માટે યોગ્ય ટ્રીટમેન્ટ અંગે જાણ કરવી આજના તબિબો માટે પડકારજનક છે તેમ ડો. નિધી પટેલે (Dr. Nidhi Patel) ઉમેર્યું હતું.
હું ડોક્ટર ન હોત તો ફેશન ડીઝાઇનર હોત – ડો. નિધી પટેલ
દર વર્ષે 1 જુલાઇના રોજ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વડોદરાના જાણીતા ડર્મેટોલોજીસ્ટ (Dermatologist) ડો. નિધી પટેલ દ્વારા તેમના અનુભવ વિશે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પરિવારમાં માતા – પિતા ડોક્ટર હતા. પિતા સર્જન અને માતા ગાયનેકોલોજીસ્ટ હતા. એટલું જ નહિ મારા પારિવારિક ભાઇઓ પણ ડોક્ટર છે. મારે પણ પહેલાથી જ ડોક્ટર બનવાનો ગોલ હતો. વડોદરામાં સ્કુલનું એજ્યુકેશન લીધા બાદ સુરત મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ કર્યું હતું. અને કરમસદ કોલેજમાંથી ડર્મેટોલોજીનું સ્પેશીયલાઇઝેશન કર્યું હતું. છેલ્લા 5 વર્ષથી શહેરમાં પ્રેક્ટીસ કરી રહી છું. હું ડોક્ટર ન હોત તો ફેશન ડીઝાઇનર હોત.
પેશન્ટ સ્થિતી અને તેના બજેટને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લઇ શકે તેવો માહોલ ડોક્ટરોએ આપવો જોઇએ
ડો. નિધી પટેલે કહ્યું કે, ડોક્ટર અને પેશન્ટન વચ્ચેનો સંબંધ એકદમ સુરક્ષીત સંબંધ ગણાય છે. ડોક્ટર તરફથી પેશન્ટની સારવાર માટેના તમામ વિકલ્પો આપવા જોઇએ. હાલ સારવાર લેવા માટે આવનારા પેશન્ટ પોતાનું એક માઇન્ડ સેટ લઇને આવે છે. અને તેના પ્રમાણે જ ડોક્ટર સારવાર કરે તેવો આગ્રહ રાખે છે. અહિંયા ડોક્ટરની જવાબદારી વધી જાય છે. પેશન્ટ સ્થિતી અને તેના બજેટને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લઇ શકે તેવો માહોલ ડોક્ટરોએ આપવો જોઇએ. લાંબા સમયથી પીડીત કેટલાક પેશન્ટ પાસે અલગ અલગ ડોક્ટરને બતાવ્યાની અનેક ફાઇલો હોય છે. પરંતુ તેઓ તેમની સમસ્યાની સાચી સ્થિતી અજાણ હોય છે.
[caption id="attachment_1275859" align="aligncenter" width="200"] Dr. Nidhi Patel, Vadodara - Gujarat[/caption]
ગુગલ પર જોઇને માહિતી મેળવવાથી પેશન્ટનું નુકશાન થાય છે
ડો. નિધીએ ઉમેર્યું કે, ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવી જોઇએ. પણ તેના પ્રમાણે જ પેશન્ટની ટ્રીટમેન્ટ થાય તેવો આગ્રહ રાખવો જોઇએ નહિ. ઇન્ટરનેટ પર અર્ધ સત્ય ધરાવતી, અધુરી અથવાતો ખોટી માહિતી વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. લોકોની સારવાર કરવા માટે વર્ષો સુધી ભણવું પડે છે. ત્યાર બાદ ડોક્ટર બનાય છે. એટલે ડોક્ટરનું મહત્વ છે. ગુગલ પર જોઇને માહિતી મેળવવાથી પેશન્ટનું નુકશાન થાય છે. ઉદાહરણ તરીકે કેટલાક લોકો સ્ટીરોઇડ્સના નામે ભડકે છે. તો કેટલાક લોકો ડોક્ટરના માર્ગદર્શન લેતા પહેલા જ મેડીકલ શોપમાંથી દવા ખરીદી તેને લેવાનું શરૂ કરી દે છે. બંને કેસમાં પેશન્ટ પોતાનું જ નુકશાન કરી રહ્યો છે.
શહેરમાં અનેક સ્કિન કેર ક્લિનીકમાં ડર્મેટોલોજીસ્ટ સિવાયનો ડોક્ટરો પેશન્ટની સારવાર કરી રહ્યા છે
ડો. નિધી પટેલે વધુમાં ઉમેર્યું કે, વડોદરામાં સ્કિન કેર માટેના અનેક ક્લિનીક આવેલા છે. જેમાં ડર્મેટોલોજીસ્ટ સિવાયનો ડોક્ટરો પેશન્ટની સારવાર કરી રહ્યા છે. જેમ લોકો કોઇ સર્વિસ અથવા તો ચીજવસ્તુની ખરીદી કરતા પહેલા ચકાસણી કરી લે છે. તેવી જ રીતે ટ્રીટમેન્ટ કરાવતા પહેલા ટ્રીટમેન્ટ કરનાર અંગે માહિતી લેવી જોઇએ. જો તેમ કરવામાં નહિ આવે તો પેશન્ટની સારવારમાં ધાર્યું પરિણામ નહિ મળે. ડો. નિધી પટેલના કોસ્મેડીક્સ ક્લીનીકમાં નિષ્ણાંત ડર્મેટોલોજીસ્ટની દેખરેખ હેઠળ તમામ પ્રકારની સ્કિન કેરની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
આજે પણ ટેકનોલોજી અને ટ્રીટમેન્ટના નવા એપ્લીકેશન અંગે અપડેટેડ રહેવું પડે છે
આખરે ડો. નિધી પટેલે જણાવ્યું કે, સ્પેશિયલાઇઝેશન કરવા માટે 10 વર્ષ સુધી ભણવું પડે છે. જો કે ત્યાર બાદ પણ ભણવાનું અટકતું નથી. આજે પણ ટેકનોલોજી અને ટ્રીટમેન્ટના નવા એપ્લીકેશન અંગે અપડેટેડ રહેવું પડે છે. જેના માટે હું દર 15 દિવસે નેશનલ – ઇન્ટરનેશનલ વર્કશોપ, સેમીનારમાં ભાગ લઉં છું. સતત શીખતા રહેવાને કારણે પેશન્ટની સમસ્યાની વધુ સારી ટ્રીટમેન્ટ કરી શકાય છે.
ડો. નિધી પટેલ દ્વારા સ્કિન સંબંધિત લોકઉપયોગી માહિતી સોશિયલ મીડિયા હેન્ડલ (Facebook, YouTube, & Instagram) પર શેર કરવામાં આવે છે.