• મૃતકોની સંખ્યા વધતા વડોદરા શહેર અને આસપાસના 23 સ્મશનોમાં મૃતદેહોની અંતિમક્રિયા કરાઇ રહી છે
  • દિવસભર એમ્બ્યૂલન્સના સાઇરનની ચીચયારીયો અને શબવાહીની જોઇ લોકો હચમચી રહ્યાં છે
  • જેમ હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીની સારવાર માટે બેડની સુવિધા ઉભી કરાઇ રહી છે, તે જ ગતિથી સ્મશાનોમાં મૃતદેહની અંતિમક્રિયા માટે વધુ ચીતાઓ ઉભી કરાઇ રહી છે
  • ખાસવાડી સ્મશાનમાં પાંચ દિવસ ચીતાની સંખ્યા 14 થી વધીને 30 કરાઇ
  • કલાલી ગામના સ્મશાનમાં 2 ચિતા હતી હવે વધારીને 10 કરાઇ

ચિંતન શ્રીપાલી. કોરોના વાઇરસ સામે માનવી હવે હારતો દેખાઇ રહ્યો છે. પ્રજા ઉપર આર્થિક બોજો, હોસ્પિટલમાં દર્દી માટે બેડની અછત, ઓક્સિજનની અછત, રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી અને તેમાં પણ ઇન્જેક્શનની કાળાબજારી. દિવસ દરમ્યાન રસ્તા પર એમ્બ્યૂલન્સના સાઇરનની ચીચયારીયો અને રાત પડતા સુમસામ રસ્તાઓ પર જોવા મળતી શબવાહીનીઓ, આ હ્રદયદ્રાવક દ્રશ્યો જોઇ લોકો હચમચી રહ્યાં છે. સરકાર અને તંત્ર બેકાબૂ બનેલી આ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયોસ કરી રહ્યું છે. પરંતુ સફળતા ધુંધલી દેખાઇ રહીં છે. લોકો જીવ ગુમાવી રહ્યાં છે, અને કેટલાક જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં હવે મનુષ્ય હારી રહ્યો છે.

રાજ્યભરમાં કોરોના વાઇરસની સેકન્ડ વેવના કારણે જે પરિસ્થિતિ ઉભી થઇ છે. તેના આપણે સૌ કોઇ સાક્ષી છે. સેકન્ડ વેવની શરૂઆતમાં પોઝિટીવ દર્દીઓની એકા એક વધી અને હોસ્પિટલો હાઉસફુલ થવા માંડ્યા, હોસ્પિટલની સ્થિતિ સુધારવા અને દર્દીઓને દાખલ કરવા માટે બેડ સહિત આઇ.સી.યુ અને વેન્ટીલેટરની સંખ્યામાં સતત વધારો કરાઇ રહ્યો છે. બગડતી સ્થિતિને જોતા ખાનગી હોસ્પિટલોને કોવિડ દર્દીઓની સારવાર કરવાની મંજૂરી આપી દેવામાં આવી. સામાજીક સંસ્થાઓ, એન.જી.ઓ પણ સરકારની મદદે આગળ આવી છે.

જેમ દિવસો વિતતા જાય છે, હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો એટલો જ વધતો જાય છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા જોતા તાત્કાલીક ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલો ઉભી કરવામાં આવી રહી છે. તેવામાં મૃતકોની સંખ્યા પણ એક હદને વટાવી ચુકી છે. જે સ્મશાનોમાં ભાગ્યે દિવસ દરમિયાન એક કે બે મૃતદેહ અંતિમક્રિયા માટે લવાતા, તેવા સ્મશાનોમાં આજે સ્વજનોને મૃતદેહોની અંતિમક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

સ્મશાનોમાં વેઇટીંગ ચાલી રહ્યુ છે. આ બાબતને તંત્ર નકારી શકે તેમ નથી. જે રીતે હોસ્પિટલો અને હોસ્પિટલોમાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે વધુ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહીં છે. તે જ રીતે હવે સ્મશાનોની સંખ્યા વધારો કરવામાં આવ્યો છે. જે સ્મશાનમાં વધુ ચીતા ઉભી કરવાની જગ્યા છે, તેવા સ્મશાનોમાં ચીતાઓની સંખ્યા વધારમાં આવી રહીં છે. નોંધનીય છે કે, અંદાજીત પાંચ દિવસ અગાઉ કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનમાં 14 ચિતા કાર્યરત હતી. જેમાં 6 વધુ ચિતાનો ઉમેરો કરી 20 કરવામાં આવી હતી. જોકે પરિસ્થિતિને જોતા પાંચ દિવસમાં ચિતાની સંખ્યા વધારીને હવે 30 કરી દેવામાં આવી છે.

અલબત્ત શહેર અને આસપાસના નાના સ્મશાનો જ્યાં વર્ષોથી લોકો બે ચિતાથી કામ ચલાવી લેતા હતા. તેવા કલાલી ગામના સ્મશાનમાં નવી 8 ચિતાઓ ઉભી કરાતા સંખ્યા વધીને 10 પર પહોંચી છે. એક તરફ હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો ઘસારો અને બીજી તરફ સ્મશાનોમાં મૃતદેહોનો અંતિમક્રિયા માટેનો ઘસારો, બતાવી રહ્યો છો કે, હવે માનવી હારી રહ્યો છે, આપણે પોતાની અને પરિવાર સાથે અન્યની સુરક્ષા માટે જવાબદાર બની ફરજીયાત માસ્ક પહેરવુ પડશે અને કામ સિવાય ઘરની બહાર નિકળવાનુ ટાળવુ પડશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud