• મહામારી કાળમાં પણ ચોરોના મનસુબા બુલંદ હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા
  • ગોડાઉનમાંથી ઉંડેરા રીલાયન્સ મોલમાં સામાન મુકવા જતા ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મીએ ચાલાકી વાપરી
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમયસર પહોંચીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા
  • સમગ્ર મામલે પોલીસે રૂ. 9.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Watchgujarat. મહામારી કાળમાં ગોડાઉનમાંથી સુપર માર્કેટ સુધી પહોંચાડવાનો માલ સામાન સગેવગે કરવા જતા મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ત્રણ કર્મીઓની ધરપકડ કરી હતી.

મહામારી કાળમાં પણ ચોરોના મનસુબા બુલંદ હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. સોમવારે પણ એવી જ એક ઘટના શહેરમાં બની હતી. રીલાયન્સ મોલનો સામાન ગાજરાવાડી, ઇદગાહ મેદાની સામે આવેલા મોનાલીસા એસ્ટેટમાં મુકવામાં આવ્યો હતો. એસ્ટેટમાં તેલના ડબ્બા સહિતનો સામાન મુકવામાં આવ્યો હતો. દરમિયાન શીવ શક્તિ ટ્રાન્સપોર્ટના કર્મીઓ દ્વારા ગોડાઉનમાંથી માલ ભરીને ઉંડેરા ખાતે આવેલા રીલાયન્સ મોલમાં ખાલી કરવાનો હતો.

 પરંતુ ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મીઓ દ્વારા ટેમ્પાને પુરેપુરો ખાલી નહિ કરીને પોતાના ફાયદા માટે માલ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો. સત્યનારાયણ ટાઉનશીય, હરિવદન રેસીડેન્સી સામે ખુલ્લી જગ્યાઓમાં આરોપીઓ દ્વારા કારમાં માલ સગેવગે કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસ ત્રાટકી હતી. પોલીસની કામગીરીમાં આઇસર ચાલક આરીફ રહીમભાઇ શેખ (રહે – ઉંડેરાગામ મહાદેવવાળું ફળિયું), મજુર સંજય રમેશભાઇ સોલંકી (રહે – લીમડીવાળું ફળીયું, ઉંડેરા), કાર ડ્રાઇવન સુનીલ મગનભાઇ વસાવા (રહે – લીમડીવાળું ફળિયું)ની ધરપકડ કરી હતી.

પોલીસના કામગીરીમાં ચોખા, તેલ – ઘી, ઠંડાપીણા સહિતનો મળીને રૂ. 9.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની કામગીરીને પગલે ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud