• નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા વડોદરામાં 22 નવેમ્બરના રોજ વડોદરાના માણેજા પાસે અંદાજીત રૂ. 12 કરોડના મેથાફેટામાઇન ડ્રગ સાથે ત્રણને ઝડપ્યા હતા
  • રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી અંતર્ગત રાખવામાં આવ્યો હતો
  • 2, એપ્રીલ –  2011 ના રોડ રીચાર્ડને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો દરમિયાન જાપ્તાને ચકમો આપીને નાસી ગયો
  • વડોદરાથી નાસી છુટ્યા બાદ રીચાર્ડ કેનેડા થઇ હોંગકોંગ પહોંચી ગયો
  • વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને રીચાર્ડને હોંગકોંગથી વડોદરા લઇ આવવામાં આવ્યો
Gujarat, Vadodara Crime Branch Arrested ricahrd from Honjkonj
Gujarat, Vadodara Crime Branch Arrested ricahrd from Honjkonj

Watchgujarat. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા વર્ષ 2008 માં માણેજા વિસ્તારમાં રૂ. 12 કરોડના મેથાફેટા માઇન સાથે રીચાર્ડ અને તેના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રીચાર્ડને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી અંતર્ગત લાવવામાં આવ્યો હતો. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતી વેળાએ વર્ષ 2011 માં રીચાર્ડ જાપતાને ચકમો આપીને ફરાર થયો હતો. ત્યાર બાદ તેની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરાથી ફરાર થયેલો રીચાર્ડ પ્રથમ નેપાળ બાદ કેનેડ થઇ હોંગકોંગ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને રીચાર્ડને હોંગકોંગથી વડોદરા પરત લાવી હતી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા વડોદરામાં 22 નવેમ્બરના, 2008 રોજ વડોદરાના માણેજા પાસે અંદાજીત રૂ. 12 કરોડના મેથાફેટામાઇન ડ્રગ સાથે જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ, ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિંદ્ર પરપ્યાનાઓને પકડી પાડ્યા હતા. જેમાં ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિંદ્ર પરપ્યાનાઓ સામે કેસ ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે.

આરોપી રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી અંતર્ગત રાખવામાં આવ્યો હતો. જેલમાં અલગ – અલગ આરોપીઓના સંપર્કમાં આવેલા રીચાર્ડે નાસી છુટવાનું કાવતરૂ રચ્યું હતું. 2, એપ્રીલ –  2011 ના રોડ રીચાર્ડને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસના જાપ્તાને ચકમો આપીને રીચાર્ડ નાસી ગયો હતો. જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

નાસી છુટ્યા બાદ રીચાર્ડ તેના સાગરીતોની મદદથી નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી રીચાર્ડ કેનેડા જતો રહ્યો હતો. કેનેડાથી રીચાર્ડ બોગસ પાસપોર્ટ બનાવીને હોંગકોંગ જતો રહ્યો હતો. ત્યાં જઇને તે મની લોન્ડરીંગના ગુનામાં પકડાયો હતો. સ્થાનિક કોર્ટે તેને 4 વર્ષ અને 4 મહિનાની સજા ફરટાકી હતી. આ અંગે જાણ થતા જ રીચાર્ડને ભારત લાવવા માટે 13, માર્ચ – 2012 ના રોજ વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને તેની પ્રત્યારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના આધારે આરોપીની સજા પુર્ણ થતા તેને ભારતને સોંપી દેવાનો હુકમ કર્યો હતો. જેની સામે રીચાર્ડે હોંગકોંગ એસ.એ.આર.માં અપીલ ફાઇલ કરી હતી. 07, મે – 2021 ના રોજ અપીલ ફગાવી દેવામાં આવી હતી.

ત્યાર બાદ હોંગકોંગ કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય અધિકારીને રીચાર્ડનો કબ્જો સોંપવા માટે એસ્કોર્ટ તરીકે બે અધિકારીઓનો મોકલવા માટે જાણ કરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓ હોંગકોંગ પહોંચ્યા હતા. આખરે 10 વર્ષ બાદ આરોપી પોલીસની ગીરફ્તમાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud