• આજે વધુ એક મગરનું મોત થતા મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો
  • મગરોના મોતનો સિલસિલો યથાવત રહેતા પર્યાવરણવાદીઓની તંત્ર પાસે જવાબની માંગ
  • વિશ્વામિત્રીમાં વધુ એક મહાકાય મગરનું મોત, મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો
  • વનવિભાગના અધિકારીઓ દ્વારા મગરના મૃતદેહને નદીની બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ

WatchGujarat. વિશ્વામિત્રી નદીમાં છેલ્લાં કેટલાય સમયથી મગરોના મોત થઈ રહ્યાં છે. મીડિયાની જાણકારી મૂજબ છેલ્લા 2 મહિનામાં ચાર મગરનોના મોત નિપજ્યા છે. જોકે મોત પાછળના કારણ હજી સુધી સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે આજ રોજ વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત નિપજ્યું છે. જેમાં મહાકાય મગરના મૃતદેહને વનવિભાગના અધિકારીઓ દ્વારા ભારે જહેમત બાદ નદીમાંથી મહાર કાઢવામાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર વિશ્વામિત્રી નદીમાં આજે 10 ફુટનો મહાકાય મગરનો મૃતદેહ નદીમાં વહેતો જોવા મળ્યો હતો. જેની જાણ થતાં જ વનવિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને દોરી તેમજ અન્ય સાધનોની મદદથી મગરના મૃતદેહને નદીના કિનારા સુધા લાવવામાં આવ્યો હતો. જે બાદ તે મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. તમને જણાવી દઈએ કે આ મગરના મૃતદેહને બહાર કાઢવામાં વનવિભાગના અધિકારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ મગરનું કદ અને વજન ખૂબ જ વધારે હતું. જેના કારણે તેના મૃતદેહને બહાર કાઢવા માટે વનવિભાગના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે આ રીતે મગરોના મોત થવાના કારણે તંત્ર સામે પણ પ્રશ્નો ઉભા થાય છે. આ અંગે પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, વિશ્વામિત્રી નદીની યોગ્ય સાફસફાઈ ન થઈ હોવાના કારણે મગરનોના મોત થઈ રહ્યાં છે. તેમની માંગ છે કે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રીના મગરોના મૃત્યુંના કારણે લોકોમાં ચિંતા વધી છે.

નોંધનીય બાબત છે કે છેલ્લા 2 મહિનામાં મૃત્યુ પામેલા તમામ મગરોના મૃતદેહ નદીના કમાટીબાગ તરફના ભાગમાંથી વહી આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી વિશ્વામિત્રી નદીમાં ગંદકીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. ત્યાર બાદ આ પ્રકારે મગરના મોતનો સિલસિલો ચાલતો આવ્યો છે. જોકે કયા કારણોસર આ મગરોનું મોત થઈ રહ્યું છે તે ખૂબજ મોટો પ્રશ્ન છે. પર્યાવરણ વાદીઓ છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રીની નદી અને તેમાં રહેલા જળચરો માટે આંદોલનો ચલાવી રહ્યાં છે. પરંતુ તંત્રની નિષ્ક્રીયતાના કારણે મગરોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.

સમગ્ર મામલે પ્રાણીપ્રેમી વિશાલ ઠાકુરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ મગરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મગર નર હતો. આ જગ્યાએથી આ ચોથો મગર મરી આવ્યો છે. આ એરીયાના પાણીની ખાસ કરીને તપાસ કરવી જોઇએ. મગરના મૃતદેહની વધુ ચકાસણી કરવા માટે ગાંધીનગર એફ.એસ.એલ. મોકલવા માંગ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud