• વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં ચોમાસા દરમિયાન મગરો દેખા દેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે
  • વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વિશાળ મગરો વસવાટ કરે છે
  • વડોદરા એક માત્ર શહેર છે જ્યાં માનવ વસ્તી વચ્ચે મગરો વસવાટ કરે છે

WatchGujarat. વડોદરાના રસ્તાઓ સોસાયટી હોય કે પછી ખુલ્લા મેદાન કે કોઇ વિસ્તારનો મહોલ્લો, મગરોની એન્ટ્રી ગમે ત્યારે અને ગમે તે સમયે જોવા છે. વડોદરા એશિયાનુ એક માત્ર શહેર છે જ્યાં માનવ વસ્તી વચ્ચે મગરો વસવાટ કરે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યા મગરો વસવાટ કરે છે. જેથી ચોમાસુ શરૂ થતાં નદી કાંઠા વિસ્તારોમાં મગરો દેખા દેતા હોય છે. એવી જ ક ઘટના ગત મોડી રાત્રે સલાટવાડા વિસ્તારમાં બની હતી. જ્યાં નવાગઢ મહોલ્લામાં સાડા છ ફુટનો મગરો આવી પહોંચતા ભારે જહેમત બાદ તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

https://youtu.be/F-tiX1oyU7g

વડોદરા શહેરમાં મગરો દેખાવો એ કોઇ નવી ઘટના નથી. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારની સોસાયટીઓ કે પછી રસ્તા પર અનેકો વખત મગર આવી પહોંચતા તેમને રેસક્યૂ કરી સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવે છે. ગત રોજ વિશ્વામિત્રી નદી નજીક આવેલા સલાવડાના નવાગઢ મહોલ્લામાં રાત્રીના સમયે અચાનક એક મગર આવી પહોંચ્યો હતો. રહેણાક વિસ્તારમાં મગર આવી પહોંચતા લોકોનુ ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યું હતુ.
જેથી આ અંગે તાત્કાલીક સ્થાનિકો દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાને જાણ કરાતા ટ્રસ્ટના વોલેન્ટીયર્સ સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં અંદાજીત સાડા છ ફુટ લાંબા મગરને અડધા કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપી દેવાયો હતો.

આ મામલે વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારના જણાવ્યા અનુસાર વરસાદ પડવાના કારણે સલાટવાડા પાસે આવેલા નવાગઢ મોહલ્લા પાસે આવેલા વિશ્વામિત્રી નાળામાંથી આ મગર બાર આઇ ગયો હતો અને તે બાર નીકળીને ત્યાં રેહતા લોકો ના ઘર પાસે આઇ ગયો હતો અને ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આ મગર પકડાયા બાદ મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ મગરને સહીસલામત રીતે પકડીને વડોદરા વન વિભાગને સોપવામાં આવ્યો હતો. અને આ મગર પકડાઈ જેવાંથી ત્યાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud