• વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી, તથા જિલ્લામાં આવેલી ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં મગર જોવા મળે છે
  • ચોમાસાની રૂતુમાં પાણીના પ્રવાહ સાથે તણાઇને માનવીના રહેણાંક વિસ્તારો અથવાતો કામ કરવાના સ્થળો નજીક આવી પહોંચે
  • વડોદરામાં વન વિભાગ અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે કામ કરતી સંસ્થાઓ એકબીજા સાથે સંકલન સાધીને મગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી બખુબી નિભાવે
  • દુમાડ ગામના એક ખેતરમાં મગરનું બચ્ચું આવી ચઢ્યું
  • વન વિભાગ અને જીએસપીસીએના વોલંટીયર્સ દ્વારા રેસ્ક્યૂની કામગીરી સફળતા પુર્વક પાર પાડવામાં આવી

Watchgujarat. શહેરમાં મગર અને માનવીઓ નજીકમાં વસવાટ કરી રહ્યા છે. તેને કારણે અનેક વખત માનવીઓની કામ કરવાની જગ્યાએ અથવાતો વસવાટ નજીક મગર નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બુધવાને શહેર નજીક આવેલા એક ખેતરમાં મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું. તાકતવર બચ્ચાને માંડ રેસ્ક્યૂ કરાયું હતું.

દુનિયામાં જવલ્લે જ મગર અને માનવીઓ નજીક નજીક રહેતા હોય છે. પરંતુ વડોદરામાં આ અનોખો સંયોગ છે. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી, તથા જિલ્લામાં આવેલી ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં મગર જોવા મળે છે. ચોમાસાની રૂતુમાં પાણીના પ્રવાહ સાથે તણાઇને માનવીના રહેણાંક વિસ્તારો અથવાતો કામ કરવાના સ્થળો નજીક આવી પહોંચે છે. જેને કારણે અનેક વખત બંને વચ્ચે કોઇ પ્રકારના ઘર્ષણની સંભાવનાઓ ઉદ્ભવે છે. જો કે, વડોદરામાં વન વિભાગ અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે કામ કરતી સંસ્થાઓ એકબીજા સાથે સંકલન સાધીને મગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી બખુબી નિભાવે છે.

બુધવારે સર્જાયેલી ઘટના અંગે પ્રાથમિક વિગતો પ્રમાણે, શહેર નજીદ આવેલા દુમાડ ગામના એક ખેતરમાં મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું. મગરનું બચ્ચું આવ્યાની જાણ થતા સ્થાનિકો તુરંત જ જીએસપીસી સંસ્થાના રાજ ભાવસારનો સંપર્ક કર્યો હતો. અને તેમને સમગ્ર સ્થિતી અંગે માહિતગાર કર્યા હતા. રાજ ભાવસારે તાત્કાલિક વન વિભાગને જાણ કરીને મગરનું બચ્ચાને રેસ્ક્યૂ કરવા માટે વોલંટીયર્લ સ્થળ પર મોકલી આપ્યા હતા.

સ્થળ પર જતા મગરનું બચ્ચુ ખેતરના માટીવાળા ભાગમાં જોવા મળ્યું હતું. સ્થાનિકોને સલામત સ્થળે મોકલીને વોલંટીયર્સ દ્વારા મગરના નાના બચ્ચાને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નાનું બચ્ચું તાકતવર હોવાના કારણે માંડ માંડ તેને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મગરનું બચ્ચું રેસ્ક્યૂ કરવાને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એનજીઓના વોલંટીયર્સે રેસ્ક્યૂ કરેલું મગરનું બચ્ચુ વન વિભાગને સોંપી દીધું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud