• ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના 9 હજાર મેળવવામાં બિઝનેસમેને 95 હજાર ગૂમાવ્યા
  • ફોનની વાતચીતમાં બેંકમાંથી બોલતી હોવાનું મહિલાએ જણાવ્યું હતું
  • ઓટીપી મોકલતા ભોજબાજે બે ટ્રાન્સેક્શન મારફતે રૂપિયા ઉપાડી લીધા
  • પોલીસે ભેજાબાજો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

WatchGujarat આધુનિક ટેક્નોલોજીના સમયમાં દિવસેને દિવસે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના રૂપિયા 9 હજારની લાલચે ઓનલાઇન ભેજાબાજના ચુંગાલમાં આવી જતા નજીવી રકમ મેળવવાની લાલચમાં ખાતેદારને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ચોંકવનાટી વાત તો એ છે કે ભણેલ ગણેલ એન્જિનિયર ભોજબાજનો ભોગ બન્યો છે.

 

શહેરના ફતેગંજ વિસ્તારમાં ડિઝાઇનીગ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ અજાણી મહિલાએ ફોન કરી વેપારીના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા 95 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના હરણી રોડ પર રહેતા યોગેશ ગીગલાણી ડિઝાઇનીગ એન્જિનિયરિંગનું કામ કરે છે. ફતેગંજ વિસ્તારના સેફરોન ટાવરમાં તેઓ ઓફિસ ધરાવે છે. 23મી માર્ચના રોજ તેઓને અજાણી વ્યક્તિએ ફોન કરી આરબીએલ બેંકમાંથી પ્રિયા શર્મા હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે , ” તમારા ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ પોઇન્ટ આવ્યા છે . જેથી તમને રિવોર્ડ્સ પોઇન્ટ પેટે રૂપિયા 9 હજાર રૂપિયા મળશે. વાતચીત દરમિયાન અજાણી મહિલાએ યોગેશભાઈના ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડનો નંબર જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.

મહિલાએ આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર અમે તમને ઓ.ટી.પી. મોકલ્યો છે જે પાસવર્ડ અમને આપો તેમ જણાવ્યું હતું. જેથી ઓ.ટી.પી. સેન્ડ કરતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી નાખ્યો હતો . અને ત્યારબાદ થોડીવારમાં યોગેશભાઈના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 95,680ની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી.દરમિયાન યોગેશભાઈએ પ્રિયા શર્મા નામની મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud