• દાહોદના યાદગાર ચોક તથા રેલ્વે સ્ટેશન એટીએમમાંથી 18 વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે પૈસા ઉપાડાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • દાહોદમા પ્રવેશતાં માર્ગના સીસીટીવી ફુટેજ બારીકાઈથી અભ્યાસ કરતી તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી મેળવી તપાસ લંબાવી
  • એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ચાલાકી વાપરીને લોકોના પૈસા સેરવતા

 

Watchgujarat. આંતરરાજ્ય એટીએફ ફ્રોડ કરતી ગેંગનો સુત્રધાર અને બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભેજાબાજની દાહોદ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ  રૂ. 3.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.  થોડા સમય પહેલાં જ દાહોદના એક 18 વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂ. 85,000 કાઢી લીધાનો ગુન્હો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાયો હતો.

ગુન્હાને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી

દાહોદના યાદગાર ચોક તથા રેલ્વે સ્ટેશન એટીએમમાંથી 18 વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ચોર ઈસમે રૂ. 85,000 રૂપીયા કાઢી લઈ ઠગાઈ કરી હતી. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ એક્શનમાં આવી હતી. ગુન્હાને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. ઉપરાંત દાહોદ કમાન્ડ કંન્ટ્રોલ નેત્રમ ખાતેના સીસીટીવી ફુટેજની પણ તપાસ હાથ ધરી હતી. દાહોદમા પ્રવેશતાં માર્ગના સીસીટીવી ફુટેજ બારીકાઈથી અભ્યાસ કરતી તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી પ્રસ્થાપીત થઈ હતી. જે દરમિયાન ટેકનીકલ સોર્ષના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતી વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી.

બેન્ક ઓફ બરોડામાં પટાવાળા પાસેથી રૂ. 3.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ પોલીસની ટીમ ગતરોજ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન તેને દબોચી લઈ પોલીસ દાહોદ મુકામે લઈ આવી હતી. ઝડપાયેલ વ્યક્તિએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા (સાંસી, મુળ રહે.હરીયાણા, હાલ રહે. સજ્જનગઢ, બસ સ્ટેશનની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. તે બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે નોકરી કરે છે.  ઝડપાયેલા બેંકના પટાવાળા પાસેથી દાહોદ  94 એટીએમ કાર્ડ, 01 લેપટોપ, 03 બેન્કની પાસબુક, 01 કાર્ડ રીડર, 06 બેન્કની ચેકબુક, 01 સ્કેનર મશીન, 02 સીડી કેસેટ, 01 આધાર કાર્ડ, 02 મોબાઈલ ફોન, 01 અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા 38,300 અને 01 સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂ. 3.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એટીએમ ધારકોની નજર ચૂકવી એટીએમ કાર્ડ પોતની પાસેના નાના સ્વાઇપ મશીનમાં એટીએમ કાર્ડના ડેટા લઈ ચાલાકી વાપરતા

પકડાયેલો ભેજાબાજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેન્કના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ ધારકોની નજર ચૂકવી એટીએમ કાર્ડ પોતની પાસેના નાના સ્વાઇપ મશીનમાં એટીએમ કાર્ડના ડેટા લઈ ખુબ જ ચાલાકી પૂર્વક તેના પીન નંબર જોઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતાં હતા.  અલગ અલગ જગ્યાએ જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં.

એક જ એમ.ઓ. થી અનેક ચોરીના રાઝ ખુલ્યા

પોલીસે તેની વધુ પુછપરછ કરતાં દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા તથા ગોધરા શહેર તેમજ અરવલલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વગેરે જગ્યાએ આ એમ.ઓ. વાપરી પૈસા ઉપાડ્યાં હોવાનું કબુલાત કરી હતી. તેઓએ અત્યાર સુધીમાં ત્રણસો ઉપરાંત લોકોને નિશાન બનાવ્યાની આશંકા સેવાઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud