દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર
WatchGujarat વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક ઉપર કોંગ્રેસના પરાજય થયેલા ઉમેદવાર પારૂલ બેન મકવાણાના સમર્થનમાં ધનોરા ગામના લોકોએ EVM પર શંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ગામના મતદારોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને મત આપવા છતાં ભાજપને મત કેવી રીતે ગયા તે શંકાનો વિષય છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારોની જીત થતા ઉજવણીનો માહોલ છવાયો છે.
વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને તેમના પતિનો કારમો પરાજય છે. વડોદરા જિલ્લા પંચાયતની જરોદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઇ ભટ્ટનો અને અને વાઘોડિયા તાલુકા પંચાયતની દેણા બેઠક ઉપર તેમના પત્ની પન્નાબેન ભટ્ટનો પણ પરાજય થયો છે.1
ત્યારે વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર 18 બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર થઈ છે. સાવલી નગરપાલિકામાં 16 બેઠકો સાથે સત્તા મેળવી છે અને પાદરામાં 16 બેઠકો સાથે સત્તા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ડભોઇ નગરપાલિકામાં 9 બેઠક પર ભાજપ અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. પાદરા નગરપાલિકા પર ભાજપના 12 ઉમેદવાર અને અપક્ષના બે ઉમેદવારનો વિજય થયો છે.