• કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા લોકો હવે કોવિડ ગાઇડલાઇનનું પાલન ભુલી રહ્યા છે
  • હાથીખાના માર્કેટમાં છાશવારે કડક કાર્યવાહી કરવા પહોંચતા અધિકારીઓ ડી- માર્ટ સામે કોઇ કાર્યવાહી કરશે ખરા
  • લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી વેવને આમંત્રણ આપવા સમાન છે

WatchGujarat. કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતા જ હવે લોકો બેફિકર થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં રીસોર્ટ, નદી કિનારે લોકોની ભીડ ઉમડતી જોવા મળી હતી. પરંતુ હવે શહેરના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પણ લોકો કોરોનાને ભુલીને સોશિયલ ડિસ્ટન્સીંગ વગર ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. આવા લોકો સામે કોણ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

અત્યાર સુધી આપણે કોરોનાને બે વેવ જોઇ. પ્રથમ વેવમાં લોકડાઉન લાગુ હતું એટલે લોકો ઘરની બહાર ચોક્કસ કામગીરી વગર નિકળવાનું ટાળતા હતા. બીજી વેવ વધું ધાતક હતી. હોસ્પિટલો ફુલ થઇ જવાને કારણે હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતી હતી. બીજી વેવમાં ઓક્સિજનની ઘટ, દવાઓ – ઇન્જેક્શનની અછતા સહિતના અનેક પ્રશ્નો હતા. જો કે, હવે સરકાર અને તબિબોના સઘન પ્રયાસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો બેફિકર બનીને ફરી રહ્યા છે. જે કોરોનાની ત્રીજી વેવને આમંત્રણ આપવા બરાબર છે.

શહેરના જુના માર્કેટ વિસ્તારમાં પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને જો કોઇ જગ્યાએ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન થાય તો દંડ પણ ફટકારવામાં આવે છે. તેવા સમયે મંગળવારે સાંજના શહેરના વાસણા રોડ પર આવેલી ડી માર્ટ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લોકોની ભીડ જોવા મળી હતી. રસ્તા પરે જે વેપારીઓ ધંધો કરે છે. તેમને અગાઉ પણ તંત્ર દ્વારા અનેક પ્રકારે હેરાનગતી કરવામાં આવી હતી. ત્યારે ડિપાર્ટમેન્ટલ સ્ટોર સામે અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને સ્ટોરના સંચાલકો નિશ્ચિંત બનીને ભીડને એકત્ર થવા દેતા હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

ડી માર્ટ, વાસણા ખાતેનો વિડીયો એક જાગૃત નાગરિકે watchgujarat.com સુધી પહોંચાડ્યો હતો. જે તંત્ર હાથીખાના વિસ્તારમાં ચેકીંગ માટે છાશવારે પહોંચી જતું હોય છે. તેઓએ એક વખત આ જગ્યાની મુલાકાત પણ લેવી જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud