• સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનાની સુનામીની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે
  • ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે
  • ઇટોલા પાસે છેલ્લા એક વર્ષથી ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલે ઠગ ઝડપાયો

Watchgujarat. કોરોના કાળમાં લોકોએ ડોક્ટરોને ભગવાનની જેમ માન્યા હતા. પરંતુ વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પરથી અંદાજો લગાડી શકાય કે કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. વડોદરા જિલ્લાના ઇટોલા ગામે રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની શહેર એસ.ઓ.જી દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.

https://youtu.be/0-hBCaBHjeo

કોરોના કાળમાં સરકાર અને તબિબો દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનાની સુનામીની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડવાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વરણામાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઇટોલા રેલવે ફાટક નજીક કાચની કેબીનમાં હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા (મુળ – મહદહ, બક્સર – બિહાર) તબિબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે સ્થળે દરોડો પાડ્યો ત્યારે બોગસ ડોક્ટર હરિરામ સ્ટેટોસ્કોપ લગાવીને દર્દીની સારવાર આપી રહ્યો હતો. ટીમે દરોડામાં હરિરામની પુછપરછ કરી તેની પાસે ડિગ્રી કે મેડીકલ કાઉન્સિલનું પ્રેક્ટીસનું સર્ટીફીકેટ નહિ હોવાનું જણાવ્યું હતું. અને પોતે મધ્યપ્રદેશ, ભોપાલ ખાતે હોમિયોપેથીમાં ટ્રેઇનીંગનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

એસઓજી પોલીસે બોગસ ડોક્ટર વિરૂદ્ધ ભારતીય મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બોગસ તબિબ દ્વારા ડિગ્રી વગર છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા છે. ડિગ્રી વગરના ડોક્ટરો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં લોકોએ અજાણી જગ્યાએ ડોક્ટર પાસે જતા પહેલા યોગ્ય માહિતી ભેગી કરી લેવી જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud