• આ ઘટના પંચમહાલના ઘંઘોબા તાલુકાના કાલસર ગામની છે.
  • ગતરોજ યુવાન પર ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હોવાની વાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
  • પોલીસે તપાસ કરતા કાલસર ગામના ડેપ્યૂટી સરપંચ હરિસિંહ રાઠવાની મનઘડત કહાની પોલીસની સાથે ભલભલાને ચક્કર ખવડાવી દે તેવી નિકળી

WatchGujarat. સામાન્ય રીતે જ્યારે પણ કોઇ ગુનો બનતો હોય ત્યારે ગુનેગાર બચવા માટે પહેલા તો પુરાવાનો નાશ કરે છે. ત્યારબાદ પોલીસ પુછપરછમાં સાચુ બોલવાને બદલે મનઘડત કહાનીઓ સંભળાવવાનુ શરૂ કરે છે. જોકે પોલીસને આવા ગુનેગારો સાથે રોજબે રોજ પાલો પડતો હોય છે. જેથી સામે વાળી વ્યક્તિ સાચુ બોલે છે કે, બોલિવુડ ફિલ્મ જેવી મનઘડત કહાનીઓ સંભળાવી રહ્યો છે તેનો અંદાજો આવી જાય છે. આવી જ એક ઘટના પંચમહાલના ઘંઘોબા તાલુકાના કાલસર ગામમાં બની હતી. જ્યાં ડે. સરપંચએ પોલીસની એવી કહાની સંભળાવી કે ભલભલાને ચક્કર આવી જાય.

પંતમહાલના ઘંઘોબા તાલુકાના કાલસર ગામના ડેપ્યૂટી સરપંચ હરિસિંહ રાઠવા તેમના પરિવાર સાથે રહે છે. ગત રોજ હરિસિંહ રાઠવના પુત્ર અનિલે ઘરમાં પડેલા દેશી તમંચા વળે પોતાની છાતીમાં ગોળી મારી દીધી હતી. અનિલને ગોળી વાગતા સમગ્ર પંથકમાં એવી વાત ફેલાઇ કે, રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સો સાથે  બોલાચાલી થતાં અનિલ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ફાયરીંગની ઘટનાને પગલે પોલીસના ઉચ્ચઅધિકારી સહિતનો કાફલો દાડતો થયો હતો.

પરંતુ ઇજાગ્રસ્ત અનિલ રાઠવાને લોહી વધુ નિકળતુ હોવાથી તેની હાલત ગંભીર બનતા વડોદરા ખાતે સારવાર અર્થે લઇ આવવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે આ મામલે જીણવટભરી તપાસ શરૂ કરી, જેમાં ઇજાગ્રસ્ત અનિલ અને તેના પરિવારજનોનુ નિવેદન લેવામાં આવ્યું હતુ. તેમજ અનિલના પિતા હરિસિંહનુ પમ નિવેદન લેતા તેમણે પોલીસને જણાવ્યું હતુ કે, ત્રણ અજાણ્યા શખ્સોએ અનિલ ઉપર ફાયરીંગ કર્યું અને ત્યારબાદ નાસી છુટ્યાં હતા.

જોકે અનિલ હાલ બેભાન છે પરંતુ જે સમયે તે ભાન હતો ત્યારે પોલીસ દ્વારા લેવામાં આવેલા નિવેદન અને પિતાના નિવેદનમાં વિરોધાભાસ જણાયો હતો. જેથી પોલીસને શંકા ઉપજતા પરિવારજનોની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનિલ રાઠવાએ ઘર કંકાસથી કંટાળી ઘરમાં પડેલા દેશી તમંચા વડે પોતાની જાતે જ છાતીમાં જમણી બાજુ ગોળી મારી દીધી હતી.

પુત્રને લોહીમાં લથબથ જોઇ પોલીસ આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરશે તેવી બીકથી ડે. સરપંચે બોલિવુડ ફિલ્મ જેવી મનઘડત કહાની પોલીસ સમક્ષ રજુ કરી હતી. તેમજ ઘરમાંથી પુરાવાનો નાશ કરવા લોહીના ડાઘા પણ સાફ કરી નજીકમાં આવેલા ઉકરળામાં ખાડો ખોદી દેશી તમંચો દાંટી દેવામાં આવ્યો હતો. એકંદરે પોલીસને ગેરમાર્ગે દોરવા ડે. સરપંચ હરિસિંહ રાઠવાએ મનઘડત કહાની પોલીસ સમક્ષ કરતા તેનો આખરે ભાંડો ફુટ્યો અને તેની ધરપકડ કરી પોલીસે કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud