• રાજ્યમાં દારૂબંધીના દાવાઓ સામેની સ્થિતી એ હદે પોકળ છે કે, હવે બુટલેગરો જાહેરમાં જ દારૂનુ કાટીંગ કરે છે
  • આમોદર થી ઉમરવા જતા રોડ નજીક રોડ સાઇડ પર આવેલી ફેન્સીંગ વાળી ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગની જગ્યાએ પોલીસે દરોડો પાડ્યો
  • પોલીસે દરોડામાં કુલ રૂ. 6.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

WatchGujarat. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર મોટી સંખ્યામાં દારૂ પકડાતો હોય છે. આજરોજ જિલ્લાના આમોદરથી ઉમરવા જતા રોડ પાસે કટીંગ કરાતો દારૂ પકડી પાડ્યો હતો. ખુલ્લા ખેતરમાં મોટી સંખ્યામાં દારૂ પકડાતા પોલીસ એક તબક્કે ચોંકી ઉઠી હતી.

કહેવા માટે તો ગુજતારમાં દારૂબંધી છે, પરંતુ તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે સૌ કોઇ જાણે જ છે. વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત દારૂ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા જિલામાં રવિવારે મોટી સંખ્યામાં દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, આમોદર થી ઉમરવા જતા રોડ નજીક રોડ સાઇડ પર આવેલી ફેન્સીંગ વાળી ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગ થઇ રહ્યું છે. જેને લઇને પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,327 બોટલો તથા બાઇક અને ડીઓ સ્કુટર જપ્ત કર્યા હતા. સમગ્ર દરોડામાં મુદ્દામાલ સાથે જયદી કનુભાઇ ઠાકોર (ઉં-19, રહે – આમોદર રાઠોડ ફળિયું, વાઘોડિયા)ને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે અલ્પેશ ઠાકોર, અજય ઠાકોર અને અલ્પેશ ઠાકોર (શકુબેન ઠાકોરનો છોકરો) નાસી ગયો હતો. પોલીસે કુલ મળીને રૂ. 6.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દારૂબંધીના દાવાઓ સામેની સ્થિતી એ હદે પોકળ છે કે, હવે બુટલેગરો જાહેરમાં જ દારૂનુ કાટીંગ કરે છે. પોલીસ દ્વારા જો આવી રીતે કાયદો અને વ્યવસ્થા પર દેખરેખ રાખવામાં આવે તો બુટલેગરો બેફામ બને તો નવાઇ નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud