• સાસરીયા દહેજ બાબતે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા
  • રૂ.2 લાખની માંગ કરી મારઝૂડ કરતાં હતા પતિ અને સાસરીયા
  • પરિણીતા ગર્ભવતી થતાં કોઈ પણ જાતની દવા કરાવતા નહોતા, તેમજ બે ટંકનુ ખાવાનું પણ આપતા નહોતા

WatchGujarat. વડોદરામાં વધુ એક દહેજની ઘટના સામે આવી છે. જેમાં મળતી વિગતો અનુસાર શહેરની યુવતીના લગ્ન વર્ષ-2012માં વલસાડમાં રહેતા અશોક ભક્તિરામ ખત્રી સાથે થયા હતા. જે બાદ પતિ અને સાસરીયા દ્વારા ટોણા મારીને પિયરમાંથી બે લાખ રૂપિયા દહેજ લાવવાની માગ કરી હતી. જે બાદ પરિણીતાની ધિરજ ખૂટતા તેને વડોદરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મારા પિતાએ લગ્નમાં સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી દહેજમાં આપી હતી. પરંતુ શરૂઆતથી જ સાસરીયા દહેજ બાબતે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ સાસરીયા ટોણા મારીને કહેતા હતા કે, તારો બાપ ભીખારી છે, તને કશું આપ્યું નથી. તું તારા બાપને કહે કે, 2 લાખ રૂપિયા આપે, નહીં તો તું તારા ઘરે જતી રહે. આમ કરીને મારી સાથે વારંવાર મારઝૂડ કરતા અને પિયરવાળાઓને અપશબ્દો બોલતા હતા.

તમને જણાવી દઈએ કે ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યાં છે કે, લગ્ન બાદ જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે પણ તેમનો વ્યવહાર બદલાયો ન હતો. તેઓ મારી કોઇપણ જાતની દવા કરાવતા નહોતા અને પુરતુ બે ટંક ખાવાનું પણ આપતા નહોતા અને મારી સાથે મારઝૂડ કરીને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જેથી હું મારા પિયરમાં રહેવા માટે જતી રહી હતી.

તેણીએ વધુમાં જણાવ્યું હતુ કે, વર્ષ 2014માં મે પુત્રને જન્મ આપ્યો હતો. જેની ખબર પતિ અને સાસરીયાને કરતા પુત્રનું મોઢું જોવા પણ આવ્યા નહોતા. પુત્ર એક વર્ષનો થવા છતાં સાસરીયા મને લેવા માટે આવ્યા નહોતા અને મારી અને મારા પુત્રની ખબર સુદ્ધા લીધી નહોતી. જેથી મારા પિતાએ સાસરીયાને વિનંતી કરી હતી. ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે, તારે આવવુ હોય તો જાતે આવી જા, અમે કોઇ લેવા નહીં આવીએ. જેથી મારા પતિ મને સાસરીમાં મૂકવા માટે આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સાસરીમાં ગયા પછી થોડો સમય સાસરીયાઓએ પરિણીતા સાથે સારૂ રાખ્યા બાદ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. તેઓ પરિણીતાને પૈસા લાવવા માટે દબાણ કરીને ખૂબ માર મારતા હતા. આખરે પતિ અને સાસરીયાના વ્યવહારથી કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકે પરિયાદ નોંધાવી હતા. જેમાં પતિ અશોક ભક્તિરામ ખત્રી, સાસુ શાંતાબેન ભક્તિરામ ખત્રી, જેઠ સુરેશ ભક્તિરામ ખત્રી અને નણંદ લક્ષ્મી ભક્તિરામ ખત્રી સામે મહિલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud