વડોદરામાં ગતરોજ લક્યુરિયસ કારનાં અકસ્માત ની ઘટના બાદ આજે કોન્ક્રીટ મિક્સચર ટ્રકના અકસ્માત ની ઘટના સામે આવી
ફતેગંજ પાસે ટ્રકે ઓવર બ્રિજની રેલિંગ તોડી નીચે પડી
વાહન અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે
ઘટના સ્થળે પોલીસે પહોંચીને ટ્રાફિક નિયમન સહિત વધુ કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. વડોદરામાં વહેલી સવારે અકસ્માત થયેલા વાહનોની ઘટના સામે આવવાનો સિલસિલો યથાવત છે. આજરોજ શહેરના ફતેગંજ થી પંડ્યા બ્રિજ તરફ જવાના ઓવર બ્રિજની રેલિંગ તોડીને નીચે આવી ગયો હતો. જેને કારણે ટ્રક નું ટ્રેલર અને મિક્સચર મશીન ચગડાયું હતું અને છૂટું પડી ગયું હતું. ડ્રાયવર કેબીનતો આખું જ છુંદાઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલોસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સામાન્ય રીતે એક્શન ફિલ્મોમાં મોંઘીડાટ કાર અને ટ્રક - ટ્રેલર ના એક્શનના દ્રશ્યો સર્જતાં હોય છે. હોલીવુડમાં તો એ હદે એક્શન ફિલ્મોનું ડાયરેક્શન કરવામાં આવે છે જેમાં દર્શકો તાળીઓ પાડીને મજા માણતા જોવા મળે છે. જ્યારે ફિલ્મી પડદા પર એક્શન મુવીના દ્રશ્યો ચાલતા હોય ત્યારે નીચે ચેતવણી લખવામાં આવે છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે, એક્શનના દ્રશ્યો એક્સપર્ટની દેખરેખ હેઠળ ભજવામાં આવ્યા છે. તેનું અનુસરણ કરવું જોખમી અને જીવલેણ નીવડી શકે છે. પરંતુ વડોદરામાં ફિલ્મી દ્રશ્યો છેલ્લા બે દિવસથી સર્જાઈ રહ્યા છે. ગતરોજ નિલંબર ટ્રાયમ્પ નજીક રૂ. 1 કરોડની કિંમતની લકયુરિસ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. તો આજે શહેરના ફતેગંજ થી પંડ્યા બ્રિજ તરફ જઈ રહેલા ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા કોન્ક્રીટ મિક્સચર રેલિંગ તોડીને નીચે પડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વહેલી સવારે 8 30 વાગ્યા પછી અકસ્માત થયો હતો. સામાન્ય રીતે વહેલી સવારથી જ ફતેગંજ વિસ્તારમાં વાહનોની ભારે અવર જવર રહેતી હોય છે. અકસ્માત થવાને કારણે ટ્રેલર અને કો કોન્ક્રીટ મિકચર મશીન અલગ અલગ થઈ ગયા હતા. એટલું જ નહીં ડ્રાઇવર કેબિન તો આખું જ ચગદાઈ ગયું હતું. રવિવારે સવારે વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લોકો અકસ્માતના ભયજનક દ્રશ્યો નિહાળીને અચંબામાં મુકાયા હતા. જો કે, સમગ્ર મામલાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ટ્રાફિક નિયમન કરવાની સાથે મામલે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કોંક્રીટ ભરેલો ટ્રક દુમાડ થી ભાયલી જઇ રહ્યો હતો. બ્રિજ પર ચાલકે નિયંત્રણ ગુમાવતા ટ્રક નીચે પડ્યો હતો. નિયંત્રણ ગુમાવતા ચાલત ટ્રકમાંથી કુદી પડ્યો હતો. જેને કારણે તેનો બચાવ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી વાહન અકસ્માતની ઘટના સામે આવવીએ ચિંતાજનક બાબત છે. ઓવર સ્પીડ કે પછી અન્ય કોઈ કારણોસર અકસ્માત સર્જાઈ રહ્યા છે તેની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. એટલું જ નહીં જવાબદાર કારણો ડામવાની દિશામાં કાર્યવાહી પણ થવી જોઈએ જેને કારણે આગામી દિવસોમાં અકસ્માતની ઘટનાઓ ટાળી શકાય.