• કરજણ તાલુકામાં આકસ્મિક તપાસ કરી રેતીનું બિન અધિકૃત ખનન અટકાવ્યું
  • બે વર્ષથી અપનાવવામાં આવેલ ડ્રોન સર્વેલન્સને 30 થી 35 મિનિટ ડ્રોન ઉડાવી ખનીજ ચોરી પર નજર રાખવામાં આવે છે.
  • વડોદરા તાલુકાના રાયકા, દોડકા, ફાજલપુર અને ખલીપુર વિસ્તારમાં ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
  • ખાણ અને ખનીજ વિભાગે વડોદરા તાલુકાના ખલીપુર, સાયર અને કરજણ તાલુકામાંથી માટી ખનન અને વહનની ગેરરીતિ ઝડપી પાડી

#Vadodara - ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી તાલુકામાં થતી માટી ખનન અને વહનની ગેરરીતિ ઝડપાય
WatchGujarat વડોદરા જિલ્લા પ્રશાસનના ભાગરૂપે અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ શાખા કાર્યરત છે. તાજેતરમાં બે જુદી જુદી ઘટનાઓમાં ખાણ અને ખનીજ શાખાએ સાદી માટી અને રેતી ખનિજનું બિન અધિકૃત ખનન અને વહન અટકાવીને સતર્કતા સાથે સરકારી તિજોરીને નુકશાન થતું અટકાવ્યું છે અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પગલાંથી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.વડોદરા અને કરજણ તાલુકાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કરજણ તાલુકા પ્રશાસન પણ જોડાયું હતું. #Vadodara

ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે આ અંગે જણાવ્યું હતું કે, ખાતા દ્વારા ખનીજ ચોરી પર નજર રાખવા અને ડ્રોન સર્વેલન્સની અદ્યતન પદ્ધતિ છેલ્લા બે વર્ષથી અપનાવવામાં આવી છે. તેમાં 30 થી 35 મિનિટ ડ્રોન ઉડાવી ખનીજ ચોરી પર નજર રાખવામાં આવે છે. તાજેતરમાં વડોદરા તાલુકાના રાયકા, દોડકા, ફાજલપુર અને ખલીપુર વિસ્તારમાં ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.દરમિયાન ખલીપુર ખાતે એક ખાનગી કંપનીના પેટા કોન્ટ્રાકટર દ્વારા સાદી માટીના બિન અધિકૃત ખનન અને વહનની ગેરરીતિનો સફળ પર્દાફાશ થયો હતો. #Vadodara

#Vadodara - ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી તાલુકામાં થતી માટી ખનન અને વહનની ગેરરીતિ ઝડપાય

આ ઇજારદારને 50 હજાર મે. ટન સાદી માટીના ખનન અને વહનના જથ્થાની પરમીટ આપવામાં આવી હતી.જો કે તેમના દ્વારા જરૂરી રોયલ્ટી, એડવાન્સ રોયલ્ટી અને સિક્યુરિટી ડિપોઝિટ ભર્યા વગર જ ખનન અને વહન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેની સર્વેક્ષણ દરમિયાન જાણ થતાં એક હિટાચી મશીન સહિત અંદાજે રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે,કરજણ તાલુકા પ્રશાસનના સહયોગથી કરજણ તાલુકાના સાયર ગામે નર્મદા પટમાં રેતી ખનીજની ખનન અને વહન પ્રવૃત્તિની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. #Vadodara

દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલું ગામના લીઝ ધારકો દ્વારા કરજણ તાલુકાના સાયર ગામની સીમ/ હદ વિસ્તારમાંથી , ચટ્ટા બનાવી રેતી ખનીજનું નાવડી દ્વારા વહન કરવાની બિન અધિકૃત પ્રવૃત્તિ પ્રકાશમાં આવી હતી. તેને અનુલક્ષીને પાંચ હિટાચી મશીન સહિત રૂ.1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.બંને કિસ્સાઓમાં સંબંધિત કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More #Drone #surveillance #detects #irregularities #soil #mining #transportation #taluka #Vadodara news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud