ભાજપ યુવા મોરચાના આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરને શિક્ષણ સમિતિમાં સ્થાન ન મળતાં તેનાં પત્નીએ પોસ્ટ મૂકી
પિનલ ઠાકોરે ફેસબુક પોસ્ટમાં લખ્યું ધારાસભ્ય સીમાબહેન છે કે અક્ષયભાઈ?
ભાજપના કેટલાક નેતાઓ પર સોશિયલ મીડિયામાં નિશાન તાકતી પોસ્ટ મૂકતા વિવાદ
આ ચૂંટણીમાં અનામત કેટેગરીમાંથી ઉમેદવાર શર્મીષ્ઠા સોલંકી મહિલા ભાજપના પ્રાથમિક સભ્ય ન હોવાનો આક્ષેપ
WatchGujarat. તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપની યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ તેમાંથી પોતાનું નામ કપાઈ જતાં કેટલાંક લોકોમાં બળવાની લાગણી જોવા મળી રહી છે. આવું જ કંઈક ભાજપ યુવા મોરચાના આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરના પત્નીએ પણ કર્યું છે.
મળતી વિગતો અનુસાર ભાજપ યુવા મોરચાના આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરને વડોદરા શિક્ષણ સમિતિમાં સ્થાન ન મળતાં તેમના પત્નીએ સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં તેમના પત્ની પિનલ ઠાકોરે અકોટાનાં ધારાસભ્ય સામે ખુલ્લો આક્ષેપ કરતી પોસ્ટ મૂકી હતી. જે બાદ શહેરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર પિનલ ઠાકોરે અકોટાનાં ધારાસભ્ય પર સોશિયલ મીડિયા દ્વારા નિશાન તાક્યું છે. તેમણે કટાક્ષ કરતાં સવાલ કર્યો છે કે અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલે છે કે અક્ષય મોહિલે છે? તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “રામજીના નામે પથ્થર તર્યા, મોદીજીના નામે તકસાધુ નેતાઓ. મોદીજી પર સંસ્કારી નગરી એ વિશ્વાસ મુક્યો હતો એ પથ્થર આવા તકસાધુ નેતાઓ ડુબાડશે..!?”
ઉલ્લેખનીય છે કે પિનલ ઠાકોરની આ પોસ્ટ બાદ વિવાદ સર્જાયો છે. આ સાથે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં અનામત કેટેગરીમાંથી ઉમેદવારી કરનારાં શર્મીષ્ઠા સોલંકી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ મહિલા ભાજપના પ્રાથમિક સભ્ય નહીં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નોંધનીય છે કે તેમના ઉચ્ચ અભ્યાસે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે શર્મીષ્ઠા સોલંકીના ભાઈ ભૂતકાળમાં ભાજપ વિરોધી આંદોલનમાં જોડાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.