• ગત તા. 8 જૂનના રોજ 19 વર્ષીય કબડ્ડી પ્લેયર યુવતિ સાથે દારૂની મહેફિલ માણી તેના જ મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો.
  • માં વગરની દિકરી આઘાતમાં સરી જતા ગત તા. 10 જૂનના રોજ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો
  • પોલીસને આપઘાતની થીયરી ગળે ન ઉતરતા આખરે તપાસમાં બળાત્કારનો ભાંડો ફુટ્યો
  • 19 વર્ષીય યુવતિ પર બળાત્કાર ગુજારનાર દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી

Watchgujarat. પરિવાર સાથે મતભેદ થતાં છેલ્લા 9 મહિનાથી પી.જીમાં રહેતી અને કોલ સેન્ટરમાં કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી 19 વર્ષીય યુવતિ સાથે બનેલી બળાત્કારની ઘટનામાં પોલીસે બન્ને નરાધમોને સાથે રાખે આજે સમગ્ર ઘટાનાનુ રિકન્સ્ટ્રકશન કર્યું હતુ. જે ફ્લેટમાં યુવતિ સાથે દારૂની મહેફિલ માણી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાં પોલીસે બન્નેને સાથે રાખી જીણવટભરી પુછપરછ કરી તમામ જરૂરી વિગતો એકત્ર કરી હતી.

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવતિ ગત સપ્ટેમ્બર 2020થી પરિવારથી જૂદી રહેતી હતી. પીડીતા નેશનલ લેવલ પર કબડ્ડી રમી ચુકી છે. પરિવારથી અલગ રહેતી હોવાથી ગુજરાન ચલાવવા તેણીએ એક કોલ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યું હતુ. જ્યાં તેની સાથે કામ કરતા સહકર્મી દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝા સાથે તેની મિત્રતા બંધાઇ હતી.

ગત તા. 8 જૂનના રોજ સાંજના સમયે પીડીતા તેના ફ્લેટ પર હાજર હતી, ત્યારે સાજે પાંચ વાગ્યાની આસપાસ દિશાંત અને નાઝિમ દારૂની બોટલ લઇ પહોંચી ગયા હતા. જ્યાં તેમને પીડીતા સાથે દારૂની મહેફિલ માણી અને બાદમાં પીડીતા પર બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, ત્યારબાદ આઘાતમાં સરી ગયેલી યુવતિએ ગત તા. 10મી જૂનના રોજ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. જેથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

જે સ્થળે બન્ને નરાધમોએ પીડીતા સાથે દારૂની મહેફીલ માણી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાં પોલીસે આજે બન્નેને સાથે રાખી સમગ્ર ઘટનાનુ રિકન્સટ્રક્શન કર્યું હતુ. જેમાં ફલેટના એક રૂમમાંથી પોલીસને કોલ્ડડ્રીંક્સની બોટલ, અને બાઇટીંગ મળી આવ્યું હતુ. જ્યારે બીજા રૂમમાં જ્યાં પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, ત્યાં દિશાંત અને નાઝિમની પોલીસે જીણવટભરી પુછપરછ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud