એક્ટિવા પર જઈ રહેલી યુવતીની ત્રણ ઈસમો દ્વારા છેડતી કરી હોવાની ઘટના સામે આવી
ઉશ્કેરાયેલા ઈસમોએ યુવતીના વાળ પકડીને રોડ પર ઢસડીને માર માર્યો
યુવતીનાં પરિવારજનો આવતાં ત્રિપુટી નાસી છૂટી
એક ઈસમે પ્રેસમાં હોવાનો રોફ જમાવી યુવતીને બદનામ કરવાની આપી ધમકી
WatchGujarat. વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન યુવતીની છેડતીની વધુ એક ઘટના સામે આવી છે. આ મામલે મળતી વિગતો અનુસાર ગત શનિવારે રાત્રે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે છેડતીનો બનાવ બન્યો હતો. જેમાં રાત્રિ કર્ફ્યૂના અમલ બાદ પંડ્યા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક્ટિવાસવાર 20 વર્ષીય યુવતીનો અજાણી ત્રિપુટી દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આ અજાણી ત્રિપુટીએ યુવતી સાથે બીભત્સ વર્તન કરી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી શનિવાર રાત્રે ગેંડા સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી. આ સમયે એક્ટિવાસવાર ત્રણ અજાણ્યા શખ્સોએ યુવતીને અપશબ્દો બોલી તેની સાથે બીભત્સ વર્તન કર્યું હતું. ફરિયાદનમાં યુવતીના જણાવ્યા પ્રમાણે આ શખ્સોએ પંડ્યા બ્રિજ સુધી તેનો પીછો કર્યો હતો. ત્રણેય શખ્સોમાંથી એક એક્ટિવા સવારે 'હું પ્રેસમાં છું, તને બદનામ કરી નાખીશ' તેવી ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્તનથી પરેશાન યુવતીએ અજાણ્યા એક્ટિવાસવાર ત્રણ યુવકોના ફોટા પાડ્યા હતા. આ બાબતથી ઉશ્કેરાયેલી ત્રિપુટીએ યુવતીના વાળ પકડી તેને જમીન પર ઢસડી ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે યુવતીનાં પરિવારજનો નજીકમાંથી જ પસાર થતા હોવાથી યુવતીની મદદે દોડી આવ્યા હતા. આ ઉપરાંત આસપાસ રહેલા લોકો પર સ્થળ પર આવતાં હુમલાખોર ત્રિપુટી નાસી છૂટી હતી.
જે બાદ યુવતીએ ફતેગંજ પોલીસ કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં કાર્યવાહીના પગલે આરોપીઓની એક્ટિવા કબજે કરીને ત્રણેય શખસોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ વિસ્તારમાં છેડતીની ઘટના નોંધાઈ હતી. આ મામલે યુવતીએ અજાણ્યા શખ્સો સામે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.