• લોનનું ક્લોઝર સર્ટીફીકેટ પણ દંપતીએ ડુપ્લીકેટ બનાવ્યું હતું
  • દંપતીએ લોનના નાણા ચેક અને ઓનલાઈન ઉપાડી લીધા
  • દંપતીએ મુદ્દલ અને વ્યાજ ન ચૂકવી છેતરપિંડી આચરી
  • સયાજીગંજ પોલીસે એક્સેલ ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

WatchGujarat શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીના મેનેજીગ ડિરેક્ટર દંપતીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી 7.50 કરોડની લોન મેળવી વ્યાજ સહીત 11.32 કરોડની છેતરપિંડી આચરી છે. આ મામલે બંધન બેંક સુરત રેન્જના ક્લસ્ટર હેડએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દંપતી વિરુદ્ધ સયાજીગંજમાં રિયાદ નોંધાવી છે.

સુરતના તારવાડી વિસ્તારમાં અલ્લનુર રેસિડેન્સમાં રહેતા મુકીમ અબ્દુલ્લા કાઝી બંધન બેંક સુરત રેન્જના ક્લસ્ટર હેડ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2016 દરમિયાન સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રીકના પ્રોપરાઇટર પ્રકાશભાઈ પ્રદ્યુમન દવે તેમના પત્ની ઉલ્પા પ્રકાશભાઈ દવેએ ઓપી રોડ ખાતે આવેલી બંધન બેંકની શાખાનો સંપર્ક સાંધી બિઝનેસ હેતુ સીસી લોનની માંગ કરી હતી. ત્યારે બેંકના બ્રાંન્ચ હેડે અમારી બેન્ક નવી હોય જેથી આટલી મોટી રકમની લોન આપી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં પ્રકાશભાઈ બેંકના મેન્જરને મળ્યા હતા અને એક્સેલ ઈલેક્ટ્રીકને 4 ભાગીદાર સાથે મળી એક્સેલ ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડ કરી બિઝનેસને વધારવા માટે સીસી લોનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેથી બેંક મેનજરે કાગળિયા એકઠા કરવાનું જણાવી પ્રોજેક્ટ સાઈટ અને પ્લાન્ટ વિઝીટ કરી સમગ્ર કાગાળિયાને સીસી લોન મેળવવા કાગળિયા કોલકતા મોકલ્યા હતા .

દરમિયાન કોલક્તા ખાતેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ રૂ, 7.50 કરોડની પ્રકાશ અને પત્ની ઉલ્પા બેનના નામે સીસી લોન સેક્શન કરી આપી હતી. ત્યારે પ્રકાશએ બેંકના નિયમ અનુસાર સેક્સન કન્ડિશન અનુસાર તેઓની અન્ય બેંક ઓફ બરોડામાં ચાલતી સીસી લોન અને બેંકની એનોસી ત્રણ માસમાં મેળવી જમા કરાવી હતી અને નાણા ચેક અને ઓનલાઈન ઉપાડી લીધા હતા.

બેંક દ્વારા પ્રકાશને અન્ય બેંકમાંથી એનઓસી મેળવી ત્રણ મહિનાની અંદર જમા કરાવવા જણાવ્યું હતું. તેમ છતાં પ્રકાશએ તે જમા કરાવ્યું ન હતું. તેઓએ બેંક દ્વારા સેક્શન કરવામાં આવેલ 7.50 કરોડ રૂપિયા ઉપાડી લઇ ડિસેમ્બર 2017 સુધી વ્યાજની ભરપાઈ કરી ન હતી. આમ પ્રકાશ અને પત્ની ઉલ્પાએ લોનનું ક્લોઝર સર્ટીફીકેટ કે એનઓસી ડુપ્લીકેટ બનાવી તેનું ઓરીજનલ તરીકે ઉપયોગ કરી બેંકને વિશ્વાસમાં લઇ મુદ્દલ 7.50 કરોડ અને વ્યાજ સાથે 11,32,55,307 ભરપાઈ નહીં કરી છેતરપિંડી આચરી હતી.

જેથી બનાવ અંગે બંધન બેંકના સુરત રેન્જના ક્લસ્ટર હેડ મુકીમ કાઝીએ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ પ્રધ્યુમન દવે અને પત્ની ઉલ્પા બેન પ્રકાશ દવે વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud