• ફાયર સેફટીના સાધનો અને પુરતી સુવિધાઓ ન ધારવતી હોસ્પિટલોને વારંવાર નોટિસો ફટકાર્યા છતાં NOC લેવાની તકેદારી ન લીધી
  • ફાયર વિભાગ દ્વારા NOC વગર ધમધમતી હોસ્પિટલોના લિસ્ટ તૈયાર કરી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • આજ મળીને ફાયર વિભાગે કુલ 22 હોસ્પિટલો સીલ કરી

WatchGujarat. કોરોના કેસો નિયંત્રમાં અવતાની સાથે જ ફાયર NOC નહિ ધરાવતી હોસ્પિટલ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ 3 હોસ્પિટલોને સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરીને લઈને લોકો તેમની પ્રશંશા કરી રહ્યા છે. જેને કારણે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 22 હોસ્પિટલ સીલ મારી દીધી છે.

કોરોના મહામારી કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને હાઇ કોર્ટ પણ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે સરકારને અનેક વખત ટકોર કરી ચુકી છે. તેવા સમયે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટીસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી અને જરૂરી તૈયારીઓ નહિ કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ પાલિકા દ્વારા પાંચથી વધુ હોસ્પિટલોની સીલ મારી દેવામાં આવ્યા હતા. જે કાર્યવાહી આજે પણ ચાલુ જ રહી હતી.

પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે નીચે મુજબની હોસ્પિટલમાં સિલ મારવાની કામગીરી હાથ ધરાઈ

  • આદિત્ય કોવિ કેર સેન્ટર – પરિવાર ચાર રસ્તા
  • ફેઇથ હોસ્પિટલ – પાણીગેટ
  • સ્પંદન હોસ્પિટલ – માંજલપુર
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud