• ફાયર સેફ્ટી દુરસ્ત કરવા વારંવાર નોટીસ છતાં નિષ્ક્રિયતા દાખવતી કંપનીઓ સામે કાર્યવાહી
  • સરદાર એસ્ટેટ સ્થિત ત્રણ કંપનીઓના વિજ કનેક્શન કપાયા
  • ત્રણેય કંપનીઓ અલગ અલગ પ્રોડક્ટ પર કામ કરે છે
  • વારંવાર નોટીસ મોકલવા છતા કંપની સંચાલકો નિષ્ક્રિય રહેતા આખરે ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કામગીરી કરવામાં આવી – ફાયર ઓફિસર અમિત ચૌધરી

Watchgujarat. સ્માર્ટ સીટી વડોદરામાં ફાયર સેફ્ટીને લઇને વારંવાર નોટીસો ફટકારવા છતાં નહિ ગાંઠતી કંપનીઓ સામે ડિપાર્ટમેન્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. અને સરદાર એસ્ટેટમાં આવેલી ત્રણ જેટલી ફુડ પ્રોસેસીંગ, ફેબ્રીકેશન તથા વિજ સંસાધનો બનાવતી કંપનીમાં વિજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.

વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આજે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપતા ફાયર ઓફિસર અમિત ચૌધરીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, ફાયર સેફ્ટી અને લોકોની સુરક્ષાને લઇને ડિપાર્ટમેન્ટ સતત પ્રયત્નશીલ છે. ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓને ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી લેવા માટે જાણ કરી હતી. તેમ છતાં કંપનીઓ દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. વારંવાર નોટીસ મોકલવા છતા કંપની સંચાલકો નિષ્ક્રિય રહેતા આખરે ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી.

મંગળવારે પાલિકાની ટીમો દ્વારા સરદાર એસ્ટેટ ખાતે આવેલી ઇન્ડિયા ડિલાઇસીંગ પ્રા. લી. સ્ટીક ફ્રી તથા હેમ ઇન્ડસ્ટ્રીઝના વિજ જોડાણ કાપી નાંખવામાં આવેલા. ત્રણેય કંપનીઓ અલગ અલગ પ્રોડક્ટ પર કામ કરે છે. ત્રણેય મળીને ફુડ પ્રોસેસીંગ, ફેબ્રીકેશન તથા વિજ સંસાધનોના કામ સાથે સંકળાયેલી છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આગળ પણ કામગીરી ચાલુ રહેશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના તરફી કામગીરી કરવામાં આવે છે. પરંતુ કેટલીય વખત સતત નોટીસો મળ્યા બાદ પણ કંપની સંચાલકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા આખરે ડિપાર્ટમેન્ટ કડક હાથે કાર્યવાહી કરતું હોય છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટીને લઇને હાલ હાઇકોર્ટ પણ કડક વલણ દાખવી રહી છે. ફાયર સેફ્ટી સામે બેદરકારી જીવલેણ નિવડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud