• શુક્રવારે અટલાદરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં મુકેલી કારમાં આગ લાગતા મચી અફરા તફરી
  • આગ ત્વરિત ફેલાઇ જવાને કારણે ચાર જેટલી કાર તેની ઝપેટમાં આવી ગઇ
  • ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી આરંભી

Watchgujarat. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં મુકેલી ચાર જેટલી કારમાં શુક્રવારે એકાએક આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે ફાયરના લાશ્કરોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં જ્યુપીટર હોસ્પિટલ આવેલી છે. જ્યુપીટલ હોસ્પિટલની ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં કાર મુકી રાખવામાં આવી હતી. શુક્રવારે બપોરે ખુલ્લી જગ્યામાં મુકેલી કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. આગ ત્વરિત ફેલાવવાને કારણે એક પછી એક ચારેય કાર લપેટમાં આવી ગયા હતા. સ્થાનિકોનું ધ્યાન સમગ્ર ઘટના પર જતા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.

ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી આરંભી હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થઇ શક્યું નથી. વિસ્તારમાં એકાએક કારમાં આગ લાગવાને કારણે એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ ફાયરના લાશ્કરોની કામગીરીને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે. શહેરમાં વાહનમાં આગના બનાવો સામે આવતા હોય છે. પરંતુ અટલાદરા વિસ્તારમાં લાગેલી આગને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે. ખુલ્લી જગ્યામાં મુકેલી કારમાં આગ લાગવાને કારણે લોકો અનેક પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જો સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મામલો વધુ સ્પષ્ટ થઇ શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud