• ગુરૂવારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રસ્તા પરથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી
  • અજબડી મીલથી કૃષ્ણ વાટીકા તરફ જવાના રસ્તે છોટા હાથી ટેમ્પામાંથી ચાલકને ઘુમાડો નિકળતો દેખાતા સલામત અંતરે ખસી ગયો
  • છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાને કારણે એક તબક્કે ટ્રાફિક પણ ખોરવાયો

WatchGujarat. વડોદરામાં ગુરૂવારે સાંજે પીક અવર્સમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેને પગલે એક તબક્કે રસ્તા પર ઉત્તેજના વ્યાપી હતી. અને આસપાસ લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે, સમગ્ર ઘટનામાં ચાલક સહિત ત્રણનો બચાવ થયો હતો. અને ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

વડોદરામાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. તંત્ર પણ આગની ઘટઓને પહોંચી વળવા માટે દિવસેને દિવસે વધુ તૈયાર થઇ રહ્યું છે. ત્યારે ગુરૂવારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રસ્તા પરથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને પગલે રસ્તા પર એક તબક્કે ઉત્તેજના વ્યાપી હતી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સન્ની વાઘેલા છોટા હાથી ટેમ્પો ભાડે ચલાવે છે. આજરોજ સાંજના સમયે સન્ની ટેમ્પો ખાલી કરીને તેના બે નાના ભાઇઓને રાખીને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અજબડી મીલથી કૃષ્ણ વાટીકા તરફ જવાના રસ્તે કલા દર્શન ચાર રસ્તા પાસે છોટા હાથી ટેમ્પામાંથી ઘુમાડો નિકળતો દેખાયો હતો. સન્નીએ ટેમ્પાને રસ્તા પર મુકીને બે નાના ભાઇઓને લઇને સલામત અંતરે જતો રહ્યો હતો. ત્યાર બાદ ટેમ્પો ભડ ભડ આગની લપેટમાં આવી ગયો હતો.

સમગ્ર મામલે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરાતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા હતા. ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે લાગેલી આગના સમયે પીક અવર્સ હતા. પીક અવર્સમાં રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવર જવર જોવા મળતી હોય છે. છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાને કારણે એક તબક્કે ટ્રાફિક પણ ખોરવાયો હતો. પરંતું ફાયરના લાશ્કરોની સમયસર કામગીરીને પગલે મામલે તુરંત થાળે પડી ગયો હતો. ઘટનામાં છોટા હાથી ટેમ્પાનું કેબીન બળીને ખાખ થઇ ગયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud