• વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે
  • અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
  • ગુરૂવારે વહેલી સવારથી જ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમોએ જુદી જુદી હોસ્પિટલોમાં કામગીરી શરૂ કરી દીધી
  • ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ સ્થળોએ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર સેફ્ટીની જરૂરી ચકાસણીની કામગીરી ચાલુ

Watchgujarat. શહેરમાં ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતી પાંચ હોસ્પિટલોને પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

રાજ્યભરમાં કોરોના કાળ દરમિયાન અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેને લઇને હાઇ કોર્ટ પણ હવે ફાયર સેફ્ટી મામલે સમયાંતરે ટકોર કરે છે. વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે. એટલું જ નહિ ફાયર સેફ્ટી ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી સર્ટીફીકેટ લેવા માટે વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ નહિ ગાંઠતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુરૂવારે વહેલી સવારથી જ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમોએ જુદી જુદી હોસ્પિટલોમાં કામગીરી શરૂ કરી દીધી હતી. તમામ હોસ્પિટલો દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારીભર્યું વલણ દાખવતા તંત્રએ તમામ સામે લાલ આંખ કરી છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ સ્થળોએ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર સેફ્ટીની જરૂરી ચકાસણીની કામગીરી ચાલુ છે.

કઇ હોસ્પિટલોને સીલ મારી દેવાયા

1 : ચિરાગ ક્લીનીક એન્ડ નર્સિંગ હોમ – GIDC કોલોની, મકરપુરા,

2 : ગુજરાત સર્જીકલ હોસ્પિટલ – સીટી પાર્ક સોસાયટી, ચાણક્યપુરી સર્કલ, GIPCL સર્કલ 

3 : કપિલદક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ – કરોડિયા રોડ

4 : સાંઇ હોસ્પિટલ – વ્રજધામ સોસાયટી, ખોડિયાર નગર

5 : ચિરંજીવી ચિલ્ડ્રન હોસ્પિટલ – આયુર્વેદિક ચાર રસ્તા, પાણીગેટ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud