• તૌકતે વાવાઝોડા ગયા બાદ પ્રથમ વખત શહેરમાં સુસવાટા મારતા પવનો સાથે વરસાદ વરસ્યો
  • અણધાર્યા વરસાદને પગલે મોડી રાત્રે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો
  • વાત ધ્યાને આવતા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળવી કાર્યવાહી શરૂ કરાવી – સ્વેજલ વ્યાસ
  • અચાનક વરસેલા વરસાદને પગલે લોક આશ્ચર્યમાં મુકાયા

Watchgujarat. ગત રોજ મોડી સાંજે સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાની સાથે અનેક જગ્યાએ વિજળી પડી હતી. શહેરના એક વિસ્તારમાં કરંટ લાગવાને કારણે ગાયનું મૃત્યું થયાની ઘટના સામે આવી હતી. મૃત્યુ બાદ પણ દેહ લોખંડના સળીયાના સંપર્કમાં રહેતા તેમાંથી ધુમાડા નિકળ્યા હતા.

તૌકતે વાવાઝોડા બાદથી શહેરના વાતાવરણમાં ગરમીનો અહેસાસ થયો હતો. ગત રોજ વરસેલા અણધાર્યા વરસાદને પગલે મોડી રાત્રે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગત રોજ વરસેલા વરસાદમાં શહેરમાં અનેક જગ્યાઓ પર વિજળી પડવાની ઘટનાઓ સામે આવી હતી. ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે સવારે ગોત્રી વુડા ચાર રસ્તા પાસે વિજળી પડવાથી ગાયનું મૃત્યું થયું હોવાની ઘટના સામે આવી હતી. વાત ધ્યાને આવતા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળવી કાર્યવાહી શરૂ કરાવી હતી.

ઘટનાના વિડીયો પરથી અંદાજો લગાડી શકાય છે. મૃત્યુ પામેલી ગાય લોખંડના રોડના સંપર્કમાં હતી. અને વહેલી સવારે પણ તેમાંથી કરંટ ઉતરતો હોવાને કારણે તણખા અને ધુમાડા જોવા મળ્યા હતા. આમ, અણધાર્યા વરસાદને પગલે મુંગા પશુએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેની સાથે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવા સહિતની ઘટનાઓ સામે આવી હતી. રાત ભર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી ચાલુ રહી હતી. અચાનક વરસેલા વરસાદને પગલે લોક આશ્ચર્યમાં મુકાયા હતા.

અત્રે ઉલ્લેખીય છે કે, તાજેતરમાં રાજ્યના તટીય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને પગલે અનેક ગામડાઓમાં તારાજી સર્જાઇ હતી. તૌકતે વાવાઝોડા ગયા બાદ પ્રથમ વખત શહેરમાં સુસવાટા મારતા પવનો સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે જનજીવન સામાન્ય રીતે ખોરવાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud