• તૌકતે વાવાઝોડા સમયે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ બદલાયું હતું
  • ગત રાત્રે અચાનક રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. અને સુસવાટા મારતા પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો
  • લીલાછમ તાડના ઝાડ પર વિજળી પડતા આગ લાગી

Watchgujarat. ગત રાત્રીએ શહેરમાં અણધાર્યો વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે વિજળી પડવાની ઘટના પણ ઘટી હતી. વરસાદ પહેલા શહેરના પોષ વિસ્તારમાં લીલાછમ તાડના ઝાડ પર પડી હતી. અને વૃક્ષમાં આગ લાગી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

તૌકતે વાવાઝોડા સમયે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ બદલાયું હતું. અને ભર ઉનાળે સુસવાટા મારતા પવનની સાથે વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ વડોદરા સહિત તમામ રાજ્યોમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થતો હતો. ગત રાત્રે અચાનક રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. અને સુસવાટા મારતા પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ વિજળી પડવાના કિસ્સાઓ સામે આવ્યો હતો.

પર્યાવરણ દિન પહેલાની રાત્રીએ વરસેલા વરસાદમાં શહેરના દિવાળીપુરા વિસ્તારમાં વિજળી પડવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં લીલાછમ તાડના ઝાડ પર વિજળી પડતા આગ લાગી હતી. લીલાછમ ઝાડ પર આગ લાગવાને કારણે સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. લોકોએ વિજળી પડ્યા બાદ ઝાડ સળગવાનું દિલઘડક દ્રશ્ય નિહાળ્યું હતું. જો કે, ઘટનામાં કોઇ જાન માલની નુકશાની થઇ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ સર્જાયેલા વાતાવરણમાં ગોત્રી વિસ્તારમાં પણ વિજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં ગાયનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અને દિવાળીપુરા વિસ્તારમાં વિજળી પડવાની ઘટનામાં ઝાડને નુકશાન પહોંચ્યું હતું. સામાન્ય રીતે વડોદરામાં વિજળી પડવાની ઘટના ઓછી જોવા મળે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud