• આવતી કાલથી કુંવારી દીકરીઓના ગૌરી વ્રતનો પ્રારંભ થશે
  • કોરોના કહેર વચ્ચે ખુશીની લહેર, આજથી વડોદરાની કુંવારીકાઓને મફત હેરકટ અને મહેંદી મૂકી આપવાની મહિલાની અનોખી પહેલ
  • પોતાની આર્થિક સ્થિતિને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજનવનમાં

WatchGujarat. કોરોનાના કારણે અનેક માતા પિતાએ રોજગારી ગુમાવી છે. એવામાં તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે ઘરમાં નાના બાળકોને તહેવારની ઉજવણીમાં આર્થીક તંગી વિશે કઈ રીતે સમજાવવા એ વિકટ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે.

આવતી કાલથી કુંવારીકાઓનું વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે માતા-પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની એક મહિલા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા જ્યોતિ દીક્ષિત ક્રેઝી ક્ટઝ નામના સલૂનના સંચાલિકા છે. તેમના દ્વારા કુંવારીકાઓ (નાની દીકરીઓ) ને ગૌરી વ્રતના પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ વિનામૂલ્યે હેર કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે. ત્યારે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ સમયમાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે. તેવામાં વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યાં છે. સૌવ કોઈ પોતાનો ધંધો વધારવા માંગે છે ત્યારે જ્યોતિબેન દ્વારા લોકસેવાના અર્થે આ અનેખી પહેલ કરવામાં આવી છે.

ભૂતકાળમાં કોરોના મહામારીના કહેર વચ્ચે અનેક લોકો તેમજ સંસ્થાઓએ નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરી પોતાનું બનતું યોગદાન આપ્યું હતું. કોરોના સંક્રમણના કેસો હાલ ઘટ્યા છે. પરંતુ લોકોની આર્થિક હાલતમાં હજી સુધારો થયો નથી. એવામાં પોતાની આર્થિક સ્થિતિ ને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજનવનમાં છે. ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં આજથી આવનાર પાંચ દિવસ સુધી દીકરીઓ ને મહેંદી તેમજ હેર કટ મફતમાં કરી આપવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud