પોલીસે ગૃહ વિભાગની પોકેટકોપ એપ્લિકેશન, CCTV અને મોબાઈલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી ગીલોલ ગેંગને ઝડપી
ગીલોલ ગેંગના ત્રણેય સાગરીતો છેલ્લા 5 - 6 વર્ષથી સાડીઓની ફેરીઓ કરી રેકી કરતા હતા
WatchGujarat શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી અને વ્હીકલની ડિક્કી ખોલી તેમાં રહેલા લેપોટોપ, મોબાઈલ અને રોકડની ચોરી થયાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા જે પી પોલીસે ગૃહ વિભાગની પોકેટકોપ એપ્લિકેશન, CCTV અને મોબાઈલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા મોપેડ પર શહેરના જુદા જુદા વિસ્તારમાં સાડીઓના વેચાણ બાબતે રેકી કરી પાર્ક કરેલા ફોર વ્હીલના ગિલોલ વડે કાંચ તોડી કારની અંદર રહેલા રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરતી આંતરરાજ્ય ગીલોલ ગેંગને ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગત તા. 18 ફેબ્રુઆરીના રોજ સનફાર્મા રોડ પર આવેલ દુકાનના માલિક પોતાની ઇકો કારમાંથી માલ સમાન ઉતારી ઇકો કારમાં લોક માર્યા વગર જ રોકડ રૂપિયા તેમજ ચેકબુક સાથેનું પર્સ ભૂલી ગયા હતા. થોડીવાર બાદ તેમણે ઇકો કારમાં જઇ રોકડ રૂપિયા તેમજ ચેકબુક સાથેના પર્સની તપાસ કરતા મળી આવ્યું ન હતું. જેથી તેઓએ બનાવ અંગે જે પી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.
પોલીસે ગૃહ વિભાગની પોકેટકોપ એપ્લિકેશન તેમજ બનાવ વાળી જગ્યા ઉપરાંત અન્ય વિસ્તારના વિવિધ CCTV કેમેરાની ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. સાથે પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને અંગત બાતમીદારોથી પણ માહિતી એકત્રિત કરી કારના કાચ અને મોપેડની ડિક્કી તોડી રોકડ સહિત મુદ્દામાલની ચોરી કરૂતી ગીલોલ ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રામુ વેંક્ટેશન તૈલી( રહે,બાજવા, મૂળ, તિરૂવનંતપુરમ,તામિલનાડુ) સંજય સારવાન ટુટીનાયકા ( રહે,બાજવા, મૂળ, તિરૂવનંતપુરમ,તામિલનાડુ) અને કિશોર બાબુભાઇ નાયડુ(રહે,બાજવા, મૂળ નંદુબાર,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી 6 મોબાઇલ, 1 સોનાની ચેઇન, એક ચાંદીની વીંટી, રોકડ રૂ,25,550, મોપેડ, ગિલોલ અને લોખંડના છરા મળી કુલ રૂ. 1.34 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સાડીઓની ફેરીઓથી ધંધામાં પૂરતી આવક ન મળતા ચોરી કરવાનું શરૂ કર્યું
પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલની તેમજ અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરેલ છે. તે અંગે ગીલોલ ગેંગના ત્રણેય સાગરીતોની કડકાઈથી પુછપરછ કરી હતી. ત્યારે ગીલોલ ગેંગના ત્રણેય સાગરીતો તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યના હોય અને ધંધા અર્થે ગુજરાતમાં છેલ્લા 5-6 વર્ષથી આવ્યા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ જિલ્લોઓમાં સાડીઓની ફેરીઓ કરી ગુજરાન ચલાવતા હતા.પરંતુ ધંધામાં પૂરતી આવક ન મળતા ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જે પી પોલીસે પુછપરછ દરમિયાન ગીલોલ ગેંગના સાગરીતોએ શહેરમાં કરેલ 4 ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેપી પોલીસની પુછપરછમાં ગીલોલ ગેંગના સાગરીતોએ ક્યાં ગુના કબુલ્યા
18 ફેબ્રુઆરી 2021ના રોજ જે પી પોલીસ મથક વિસ્તારમાં પાર્ક કરેલ ઇકો કારમાંથી રોકડ રકમની ચોરીનો ગુનો
માંજલપુર વિસ્તારના સરસ્વતી ચાર રસ્તા પાસે આવેલ IOCL પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ કારમાંથી રોકડ રૂ,1.57 લાખ અને 1 લેપટોપની ચોરીનો ગુનો
મંજલપુરના ઇવા મોલ પાસે પાર્ક કરેલ કારમાંથી લેનોવો કંપનીનું રૂ,50000નું લેપટોપ અને અન્ય દસ્તાવેજોની ચોરીનો ગુનો
મકરપુરાના આંગન રેસિડેન્સી પાસેથી દૂધના ટેમ્પોમાં રહેલા પાકીટમાંથી રોકડ રૂ,40 હજારની ચોરીનો ગુનો
ગીલોલ ગેંગ પાસેથી પોલીસે શું મુદ્દામાલ કબ્જે કર્યો
રોકડ રૂ, 26,550
રૂ,5000ની કિંમતનો વીવો કંપનીનો ફોન
રૂ,500ની કિંમતનો સેમસંગ કંપનીનો ફોન
રૂ,5000ની કિંમતનો સેમસંગ કંપનીનો ફોન
રૂ,2000ની કિંમતનો રેડમી કંપનીનો ફોન
રૂ,500ની કિંમતનો સેમસંગ કંપનીનો ફોન
રૂ,500ની કિંમતનો માઇક્રોમેક્સ કંપનીનો ફોન
રૂ, 50000 સોનાની ચેઇન
રૂ, 4000ની ચાંદીની વીંટી
રૂ, 40000ની કિંમતનું એક્ટિવા
7 પર્સ
ગિલોલ
લોખંડના છરા
ગીલોલ ગેંગનો ગુનાહિત ઇતિહાસ
રામુ વેંક્ટેશન તૈલી
વર્ષ 2015માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીનો ગુનો
વર્ષ 2014માં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીનો ગુનો
વર્ષ 2014માં ફતેગંજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો
વર્ષ 2014માં કારેલીબાગ પોલીસ મથકમાં ચોરીનો ગુનો

વર્ષ 2014માં સયાજીગંજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો
વર્ષ 2013માં પાણીગેટ પોલીસ મથકમાં ચોરીનો ગુનો
કિશોર બાબુભાઇ નાયડુ
વર્ષ 2017માં સુરત ગ્રામ્ય કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો