રાજ્ય સરકારે કોલેજ સંચાલકો પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મંગાવી
આજે કોલેજના મેનેજમેન્ટ, એન્ટિ રેગિંગ કમિટી અને પીઆઈની બેઠક મળી હતી
એન્ટિ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે પોલીસ વિભાગ આગળ કાર્યવાહી કરશે
કોલેજમાં સવારે 4 વાગે 60 વિદ્યાર્થીને 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાયું હતું
[caption id="attachment_1289579" align="aligncenter" width="1600"] પ્રતિકાત્મક તસ્વીર[/caption]
WatchGujarat. વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ ભારે ખડભડાટ મચ્યો હતો. ત્યારે હવે આ ઘટનાની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચી છે. આજે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં સરકારે કોલેજ સંચાલકો પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મંગાવી છે.
ઉલ્લેખનીય છે કે ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની પ્રથમ ઘટના પ્રકાશમાં આવતા કોલેજનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે પણ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં તેમને વિદ્યાર્થીઓ પાસેથી પણ ઘટના મામલે વિગતો મંગાવી છે.
તમને જણાવી દઈએ કે આજે આ મામલે કોલેજના મેનેજમેન્ટ, એન્ટિ રેગિંગ કમિટી અને ગોરવા વિસ્તારના પીઆઈની બેઠક મળી હતી. જેમાં રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે કમિટી દ્વારા રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ પોલીસને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે પોલીસ વિભાગ આગળની કાર્યવાહી કરશે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી કોલેજના મેનેજમેન્ટ દ્વારા થતી તપાસ પ્રભાવિત ન થાય તે માટે બહારથી આવતા કોઈ પૂર્વ વિદ્યાર્થીને હમણાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગોત્રી કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 60 વિદ્યાર્થીને વહેલી સવારે 4 વાગ્યે 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાયું હતું. જે બાદ ત્રણ વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સવારે 9 વાગે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને બનાવની જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે જેમાં એક જુનિયર વિધાર્થીએ દૂધની થેલી લાવવાનો ઇનકાર કરતા સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયાની વિગતો સામે આવી છે. પરંતુ આ બાબતે કમિટી મેમ્બરો આશ્ચર્યમાં છે. હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકારના આદેશ બાદ આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે.