ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં 60 વિદ્યાર્થીને 100 ઉઠબેસ કરાવી હતી, 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી
સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની એન્ટી રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે
રેગિંગમાં સંડોવણી સામે આવતાં હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરને કમિટીએ તાત્કાલિક છુટા કર્યાં
એન્ટી રેગીંગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
WatchGujarat. તાજેતરમાં વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને પગલે આજે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં ડોક્ટરો, પોલીસ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા જણાવ્યા પ્રમાણે, એન્ટી રેગીંગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની એન્ટી રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ રેગિંગની સમગ્ર વાત કમીટી સમક્ષ કરી હતી. કમિટીની તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર છે જ્યારે ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો નહોતો. આ ઘટના બાદ કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટર નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયાને તાત્કાલિક છુટા કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રેગિંગ કરાવવામાં સામેલ ત્રીજો ડોક્ટર કોણ છે તે અંગે કમીટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ડોક્ટર ગોત્રી હોસ્પિટલમાં પૂર્વ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
આ વિશે વાત કરતાં ACP ભેંસાણીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રેગિંગ મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં મિટીંગનું યોજાઈ હતી. જેમાં આ મામલે સંબંધિતોના નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે એન્ટી રેંગીગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે. હાલ કમિટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસની મદદ લેવામાં આવી છે.
ગોત્રી GMERS મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ આ મામલે જણાવ્યું હતું કે, કમિટી દ્વારા પોલીસને આ મામલે લેખિત અહેવાલ આપી જાણ કરવામાં આવશે. જે બાદ આ મામલે ફરિયાદ આપવામાં આવશે.